પગપાળા રામનગરી અયોધ્યા જવા અમદાવાદ-સાણંદના યુવાનનું પ્રસ્થાન, હિંમતનગરમાં VHP-બજરંગ દળે કર્યું સ્વાગત

સાણંદનો એક યુવક પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો છે. આ યુવાન સુરેન્દ્રનગરના હિંમતનગર આવી પહોચતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

પગપાળા રામનગરી અયોધ્યા જવા અમદાવાદ-સાણંદના યુવાનનું પ્રસ્થાન, હિંમતનગરમાં VHP-બજરંગ દળે કર્યું સ્વાગત
New Update

સાણંદથી પગપાળા અયોધ્યા જવા માટે યુવાને કર્યું પ્રસ્થાન

અયોધ્યા પગપાળા જતાં યુવાનનું VHP દ્વારા સ્વાગત કરાયુ

અયોધ્યામાં ભગવાન શ્રી રામની મુર્તિ પ્રતિષ્ઠામાં લેશે ભાગ

દેશભરમાં રામભક્તો અલગ અલગ રીતે ભગવાન શ્રી રામ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે, ત્યારે અમદાવાદના સાણંદનો એક યુવક પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો છે. આ યુવાન સુરેન્દ્રનગરના હિંમતનગર આવી પહોચતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અગામી તા. 22 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે ભગવાન શ્રી રામ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે. તેવામાં અમદાવાદના સાણંદમાં રહેતો 20 વર્ષીય ભવ્ય પટેલ તા. 2 નવેમ્બર 2023ના રોજ સાણંદથી પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યો હતો, ત્યારે આ યુવાન હિંમતનગરમાં આવી પહોચતા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પદયાત્રી ભવ્ય પટેલે હનુમાનજી મંદિરે દર્શન કરી દાદાના આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે નલીન પટેલ, હિતેશ પટેલ સહીત મોટી સંખ્યામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ભવ્ય પટેલ સાણંદથી અયોધ્યા પગપાળા જવા માટે તા. 2જી નવેમ્બરે નીકળ્યો હતો. ભવ્ય રોજ સવારે 4 વાગ્યે ચાલવાનું શરૂ કરે છે, અને સાંજે 5 વાગ્યે ચાલવાનું બંધ કરે છે. જે રોજના 27થી 28 કિલોમીટર ચાલે છે. તો સાણંદથી અયોધ્યા 1,350 કિલોમીટરનું અંતર છે. જે અંતર 51 દિવસમાં ચાલતા કાપીને તા. 21 જાન્યુઆરી 2024ના રોજ તે અયોધ્યા રામનગરીમાં પહોચશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યુ હતું.

#Himmatnagar #Ayodhya #Bajrang Dal #Ayodhya Ram Mandir #Ayodhya Ram Temple #અયોધ્યા #Himmatnagar VHP #Himmatnagar Bajrang Dal #Ramnagari Ayodhya #વિશ્વ હિંદુ પરિષદ
Here are a few more articles:
Read the Next Article