યુટ્યૂબર રોયલ રાજા પર હુમલો,ખજુરભાઈના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ કીર્તિ પટેલે હુમલો કરાવ્યો  હોવાનો આરોપ

ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાને મોડી રાત્રે ઘંટીયા ગામના ફાટક નજીક ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

New Update
aaaa

ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાને મોડી રાત્રે ઘંટીયા ગામના ફાટક નજીક ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.

જેમાં કીર્તિ પટેલની સંડોવણી હોવાના આરોપ લાગ્યા છે.યુટ્યુબરે દાવો કરતાં કહ્યું કે,મારૂં અપહરણ કરી માર મારતી વખતે આ અજાણ્યા શખ્સોએ કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો.આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કેરોયલ રાજાની મૂછ અને વાળ સારા નથી લાગતાકાપી નાખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂછ અને વાળ કાપી નાખ્યા અમે મને ઢોર માર મારવામાં આવ્યો હતો.

યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના આરોપ અનુસારત્રણ કારમાં આવેલા10થી વધુ શખ્સોએ અપહરણ કર્યું હતુંજેમાં બે યુવતીઓ પણ હતી. ત્યારબાદ તેઓ કારને એક ગોળના રાબડામાં લઈ ગયા. જ્યાં મારા કપડા ઉતારી નગ્ન કરી ઊંધો સુવડાવી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન હુમલાખોરોએ કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો. જેમાં કીર્તિ પટેલ એવું કહેતી હતી કેરોયલ રાજાની મૂંછ અને વાળા સારા નથી લાગતાતેને કાપી નાખો. બાદમાં હુમલાખોરોએ મારા વાળ અને મૂછો કાપી ઢોર માર માર્યો.આ સિવાય મારી પાસે માફી મંગાવતો વીડિયો પણ બનાવડાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની પણ વાત કહી હતી. તેમજ28હજાર રૂપિયા પણ લૂંટી લેવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે યુટ્યુબરે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું કે, 'આ પહેલાં મેં યુટ્યુબર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના સમર્થનમાં એક પોસ્ટ કરી હતી. ત્યારબાદ મિત કાનાઅર્જુનસિંહકાનો અને સિદ્ધરાજ સાથે મારે માથાકૂટ થઈ હતી. ત્યારે પણ મેં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હું ઘંટિયા ફાટક પર રીલ બનાવતો તે સમયે ત્રણ કારમાં આવેલા લોકો મને ઉપાડી ગયા અને ઢોર માર માર્યો. આ સિવાય મારી સોનાની ચેઇન અને28હજાર રોકડા પર લૂંટી ગયા. મને ધમકી આપી કેજો પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું.

સમગ્ર મામલે પોલીસે યુટ્યુબરની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સમગ્ર મામલાની હકીકત અને કીર્તિ પટેલની સંડોવણીની તપાસ કરી રહી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.