/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-6-4.jpg)
દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપતા 21 સંસદિય સચિવોની નિયુક્તિ રદ કરી દીધી હતી. કોર્ટના જણાવ્યા મુજબ નિયમોને નેવે મૂકીને આ નિયુક્તિ કરવામાં આવી છે.
દિલ્હી હાઇકોર્ટે સંસદિય સચિવને લાભનું પદ જણાવીને આ નિયુક્તિ પર સવાલ ઉઠાવ્યા હતા. હાઇકોર્ટના આ ચુકાદાની અસર કેન્દ્રીય ચૂંટણી પંચમાં ચાલી રહેલી તપાસ પર પડશે.
દિલ્હી સરકારના 21 સંસદિય સચિવોની સદસ્યતા રદ કરવાનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચમાં ચાલી રહ્યો છે. સરકારે તેના 21 ધારાસભ્યોને વિભિન્ન વિભાગોમાં જોડવા માટે સંસદિય સચિવનો દરજ્જો આપ્યો હતો. જેના વિરુદ્ધ રાષ્ટ્રપતિને અરજી મોકલવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચને આ મામલે ચુકાદો આપવા જણાવ્યું હતું. ચૂંટણીપંચમાં પણ આ અંગેની સુનાવણી તેના અંતિમ તબક્કામાં છે.
ત્યારે દિલ્હી હાઇકોર્ટનો આ ચુકાદો ચૂંટણી પંચમાં ચાલી રહેલી તપાસને સીધી રીતે પ્રભાવિત કરશે.