/connect-gujarat/media/media_files/2025/07/29/jharkhand-bus-accident-2025-07-29-17-47-18.jpeg)
આજે મંગળવારની વહેલી સવારે ઝારખંડના દેવઘરમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો (Road Accident in Devdhar, Jharkhand) હતો. કાવડ યાત્રીઓને લઇને જઈ રહેલી બસ ટ્રક વચ્ચે અથડાઈ હતી.
અહેવાલો મુજબ આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 30 ઘાયલ થયા છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના સાંસદ નિશિકાંત દુબેએ આપેલી માહિતી મુજબ આ ઘટનામાં 18 કાવડ યાત્રીઓના મોત થયા છે.
અહેવાલ મુજબ આ અકસ્માત આજે સવારે 7 વાગ્યાના અરસામાં ઝારખંડના દેવઘર-બાસુકીનાથ હાઈવે પર જમુનિયા ચોક પાસે બન્યો હતો. બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, દ્રશ્યો જોઈને અંદાજ આવી શકે છે કે અકસ્માત કેટલો ભયંકર હતો.
ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે, સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરુ કરી છે.