Connect Gujarat
આરોગ્ય 

કસરત કર્યા વિના જ ઓછી થઇ જશે પેટની ચરબી, આ ડિટોક્ષ વોટર ઘરે બનાવી આજથી ચાલુ કરો પીવાનું....

આજ રોજ લોકો પોતાનું વજન ઘટાડવા માટે શું શું નથી કરતાં! તમામ પ્રકારના ઉપાટો અજમાવી લેતા હોય છે

કસરત કર્યા વિના જ ઓછી થઇ જશે પેટની ચરબી, આ ડિટોક્ષ વોટર ઘરે બનાવી આજથી ચાલુ કરો પીવાનું....
X

આજ રોજ લોકો પોતાનું વજન ઘટાડવા માટે શું શું નથી કરતાં! તમામ પ્રકારના ઉપાટો અજમાવી લેતા હોય છે છતાં પણ તેમનું શરીર નથી ઉતરતું. પરંતુ જો તમે ઘરે બનાવેલી કેટલીક ડ્રિંકની મદદથી પણ તમે શરીરની ચરબીને કંટ્રોલ કરી શકશો. આવો અમે તમને એવા ડ્રિંક વિષે જણાવીએ જે ઘરે સરળતાથી બનાવી શકાય છે. જે તમારા પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

ડિટોક્ષ વોટર

આ એક સરળ અને પૌષ્ટિક ડ્રિંક છે. જેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. આવશ્યક સામગ્રીમાં લીંબુ, ફૂદીનો, આદું અને કાળા મરીની જરૂર પડે છે. લીંબુમાં વિટામિન C ભરપૂર પ્રમાણમા હોય છે. જે મેટાબોલીઝમને વેગ આપે છે અને પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. ફૂદીનો તમારા પાચનતંત્રને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આદુ અને જીરું જે ચયાપચયની ક્રિયા વધારવામાં મદદ કરે છે. કાળા મરીમાં પાઇપરિન હોય છે જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.

ડિટોક્ષ વોટર બનાવવાની રીત

n સૌ પ્રથમ એક મોટી કાચની બરણી લો. તેમાં એક લીંબોનો રસ નિચોવો. 5 થી 6 ફુદીનાના પાન, 1 છીણેલો આદુનો ટુકડો અને હાફ ટી સ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરો. તેને સારી રીતે મિકસ કરો અને તેમાં પાણી ઉમેરો. હવે તેને આખી રાત ફ્રીજમાં રાખો. સવારે ઉઠતાની સાથે તેને પી લેવું.

આ ડ્રિન્ક યોગ્ય આહાર અને કસરતનું સ્થાન લઈ શકતું નથી, પરંતુ જો તમે તેને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરી શકે છે. જો તમે કોઈપણ તબીબી દવા લેતા હોવ, તો કૃપા કરીને ડૉક્ટરની સલાહ લો.

યાદ રાખો, તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે, અને આ ડિટોક્સ વોટર તમને સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરી શકે છે. તેને તમારી દિનચર્યામાં સામેલ કરવાનું શરૂ કરો

Next Story