હિંગ ખાવાના સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થય માટે છે પણ છે, ફાયદાકારક,વાંચો

આ શિયાળાની ઋતુમાં પેટની લગતી સમસ્યાઓ ખાસ કરીને વધતી હોય છે અને સ્વાસ્થયને સુધારવા માટે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ.

હિંગ ખાવાના સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થય માટે છે પણ છે, ફાયદાકારક,વાંચો
New Update

આ શિયાળાની ઋતુમાં પેટની લગતી સમસ્યાઓ ખાસ કરીને વધતી હોય છે અને સ્વાસ્થયને સુધારવા માટે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. અને તેમાય ઘરના રસોડામાં વપરાતી વસ્તુઓથી પણ અમુક ઘર ગથ્થું ઉપચાર થતાં હોય છે, ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ઘણીવાર લોકો તેનો ઉપયોગ તડકામાં કરે છે. પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ સામે લડવામાં હિંગ અસરકારક માનવામાં આવે છે. આ સાથે જ તે ઘણી બીમારીઓ સામે લડવામાં પણ ફાયદાકારક છે. હીંગ વાસ્તવમાં ફેરુલા ફોએટીડા નામના છોડનો રસ છે જેને સૂકવીને બનાવવામાં આવે છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.તો આવો જાણીએ હીંગ ખાવાના કેટલા છે ફાયદા.

પાચન શક્તિમાં સુધારો :-

જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ વગેરે હોય છે તેમના માટે હીંગ એક રામબાણ ઈલાજ છે. આવી સ્થિતિમાં લોકો હીંગનું પાણી પીવાથી ઘણો ફાયદો મેળવી શકે છે.

શરદી અને ઉધરસમાં રાહત આપવામાં મદદરૂપ :-

હવામાનમાં ફેરફારને કારણે શરદી, ઉધરસ અને કફથી રાહત મેળવવામાં પણ હીંગ મદદરૂપ થઈ શકે છે. આ માટે પાણીમાં હિંગ નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવી છાતી પર માલિશ કરવાથી કફમાં રાહત મળે છે.

બ્લડ સુગર લેવલ નિયંત્રિત :-

દરરોજ હીંગનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તમે તેને પાણી સાથે ખાઈ શકો છો.

સોજો થી રાહત :-

હીંગમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. આર્થરાઈટીસના દર્દીઓને તેનાથી ઘણો ફાયદો થઈ શકે છે.

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક :-

હીંગનું સેવન કરવાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલા કમ્પાઉન્ડ શરીરને હૃદય રોગથી પણ બચાવે છે.

પીરિયડના દુખાવામાં રાહત આપે છે :-

હીંગ પીરિયડ્સ દરમિયાન થતા અશહ દુખાવા અને ખેંચાણમાં પણ રાહત આપે છે.

#CGNews #benefits #India #Health Tips #food #Healthy Life #Hing
Here are a few more articles:
Read the Next Article