Connect Gujarat
આરોગ્ય 

તમાલપત્ર કબજિયાત અને એસિડિટીથી રાહત આપશે! જાણો તેના ફાયદા અને ઉપયોગની રીત

તે સ્વાદની સાથે સાથે સ્વાસ્થય લાભ પણ આપે છે,

તમાલપત્ર કબજિયાત અને એસિડિટીથી રાહત આપશે! જાણો તેના ફાયદા અને ઉપયોગની રીત
X

દરેક ભારતીય રસોડમાં જોવા મળતું હોય જ છે આ તમાલપત્ર, હા તમે તેનો ઉપયોગ અલગ-અલગ વાનગીઓમાં પણ કરતા હશો, પરંતુ શું તમે જાણો છો કે સામાન્ય લાગતા આ સૂકા પાન તમને કબજિયાત કે એસિડિટીની સમસ્યાથી રાહત અપાવી શકે છે. તે સ્વાદની સાથે સાથે સ્વાસ્થય લાભ પણ આપે છે,તો આ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર આ તમાલપત્રના ફાયદા અને ઉપયોગની રીત વિશે જણાવીશું.

પાચન સુધારે છે :-

આપણી ખરાબ ખાવાની આદતો ગેસ અને એસિડિટીનું કારણ બને છે. આવી સ્થિતિમાં તમાલપત્ર તમારા પાચનને સુધારી શકેતે સ્વાદની સાથે સાથે સ્વાસ્થય લાભ પણ આપે છે, છે. તે તમને કબજિયાત અને પેટમાં ખેંચાણની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક :-

ઘણીવાર બદલાતી ઋતુઓ દરમિયાન થાય છે. આમાં પણ તમાલપત્ર ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન C, A અને B6 ભરપૂર માત્રામાં હોવાથી તેનું સેવન તમારા માટે સારું સાબિત થઈ શકે છે.

તમે તમાલપત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકો?

હર્બલ ચા :-

જો તમે કબજિયાતથી પરેશાન છો, તો તમે તમાલપત્રની હર્બલ ટી બનાવીને પી શકો છો. આ માટે તમારે તેને પાણીમાં ઉકાળીને ગાળવું પડશે અથવા તમે તેને પીસી શકો છો અને એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી પાવડર મિક્સ કરીને પી શકો છો. આનાથી માત્ર કબજિયાતથી રાહત મળશે જ, પરંતુ બદલાતા હવામાનમાં તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ ફાયદાકારક છે.

ઉકાળો :-

તમે આ પાંદડાનો ઉકાળો બનાવીને પણ પી શકો છો. આ માટે એક કડાઈમાં પાણી લઈ તેમાં આદુ, તજ અને તમાલપત્ર નાખીને 5 મિનિટ ઉકાળો. હવે તમે તેનો સ્વાદ વધારવા માટે મધ ઉમેરીને પી શકો છો. આ ઉકાળામાં ઘણા એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમને અપચો, કબજિયાત અને એસિડિટીથી રાહત અપાવે છે. પરંતુ આ વસ્તુઓ કરતાં પહેલા કોઈ એલર્જી હોય તો તબીબની સલાહ અવશ્ય લેવી જોઈએ

Next Story