Connect Gujarat
આરોગ્ય 

લીચી ખાતા હોય તો સાવધાન, ફાયદાને બદલે થઈ શકે છે નુકશાન

ઉનાળામાં દરેક લોકો લીચી ખાવાનું પસંદ કરતાં હોય છે. લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

લીચી ખાતા હોય તો સાવધાન, ફાયદાને બદલે થઈ શકે છે નુકશાન
X

ઉનાળામાં દરેક લોકો લીચી ખાવાનું પસંદ કરતાં હોય છે. લીચી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. સાથે જ શરીરની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ દરેક વ્યક્તિને લીચી ફાયદો જ કરે તે જરૂરી નથી અમુક એવા પણ લોકો હોય છે જેને લીચી ખાવાથી નુકશાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કોને લીચી ખાવાના ગેરફાયદા

ફૂડ પોઇઝનિંગ

વધુ માત્રામાં લીચી ખાવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે અને કયારેક પેટ ખરાબ થઈ શકે છે. પેટમાં દુખાવો અને ઝાડા પણ થઈ શકે છે. તેથી લીચીનું સેવન ટાળવું જોઈએ.

મોટાપો

લીચીમાં ઘણી બધી ખાંડ હોય છે. તેથી તેના વધુ સેવનથી તમને પેટની ચરબીની સમસ્યા થઈ શકે છે. તેથી જ લીચીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.

સર્જરી પહેલા

જો તમારે કોઈ પ્રકારની સર્જરી કરાવવાની હોય તો તેની પહેલા તમારે લીચીનું સેવન બંધ કરી દેવું જોઈએ. કારણ કે લીચી ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે. અને તેને નિયંત્રણ માં રાખવું મુશ્કેલ બને છે.

લો બીપી

જો તમને લો બીપી ની સમસ્યા છે તો તમારે લીચીનું સેવન ટાળવું જોઈએ. આ એટલા માટે કારણ કે, તેને ખાવાથી બ્લડ પ્રેશર ઓછું થવા સાથે તમારે બીજી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેથી લીચી નું સેવન ટાળવું જોઈએ.

એલર્જીની સમસ્યા

જે લોકોને એલર્જીની સમસ્યા હોય તેને લીચી ના ખાવી જોઈએ. એલર્જી ની સમસ્યા છે અને લીચી ખાસો તો નુકશાન થઈ શકે છે.

Next Story