ડુંગળીના ફોતરા ફેકતા પહેલા જરા થંભી જજો, હેલ્થ સહિત હેરને પણ થશે અનેકગણા ફાયદાઓ…..

ડુંગળી એક એવું શાક છે જેને બીજા શાકમાં નાખવાથી તેનો સ્વાદ અનેકગણો વધારી દે છે. જ્યારે ડુંગળીની કિંમત આસમાને પહોચી હતી

ડુંગળીના ફોતરા ફેકતા પહેલા જરા થંભી જજો, હેલ્થ સહિત હેરને પણ થશે અનેકગણા ફાયદાઓ…..
New Update

ડુંગળી એક એવું શાક છે જેને બીજા શાકમાં નાખવાથી તેનો સ્વાદ અનેકગણો વધારી દે છે. જ્યારે ડુંગળીની કિંમત આસમાને પહોચી હતી તો સામાન્ય લોકોના ભોજનનો સ્વાદ બગડી ગયો હતો. ડુંગળીમાં અનેક પ્રકારના ન્યુટ્રિયન્ટ હોય છે. ડુંગળીને ફોલીને તેના ફોફા લોકો નાખી દેતા હોય છે. જો તમે તેના ફાયદા જાણશો તો આજ પછીથી ફેકવાની ભૂલ નહીં કરો.

આંખની રોશની વધારે છે

ડુંગળીના છોતરાંને રેટિનોલ એટલે કે વિટામિન એ નો રીચ સોર્સ માનવામાં આવે છે. તે આંખ માટે ખૂબ જ જરૂરી પોષક તત્વ છે. જો તેની ખામી હોય તો દર્ષ્ટિ નબળી પડે છે. આ માટે ડુંગળીના છોતરાંને પાણીમાં ઉકાળી લો ત્યાર બાદ પાણીને ગાળીને પીવાથી રાહત મળે છે.

વાળને હેલ્ધી અને સિલ્કી બનાવે છે

ડુંગળીના ફોતરાંનો ઉપયોગ તમે વાળની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. આ માટે એક વાટકીમાં પાણી લો. તેમાં ડુંગળીના ફોતરાને પલાળી રાખો. એક કલાક બાદ આ પાણીથી વાળને ધોઈ નાખો. આનાથી તમને હેર ફોલની સમસ્યા ઘટશે અને વાળ કાળા અને લાંબા થશે.

ઇમ્યુનિટી બુસ્ટ થશે.

બદલાતી ઋતુમાં સૌથી વધુ ખતરો વાઇરલ ઇન્ફેકશનનો હોય છે. ડુંગળીના ફોતરાંમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. ડુંગળીના ફોતરાને પાણીમાં ઉકાળો અને આ પાણીને ગાળીને પી જાવ. તમને થોડા જ સમયમાં ફાયદો દેખાશે.

હાર્ટ એટેકનુ રિસ્ક ઘટશે

ભારત સહિત અત્યારે દૂનિયાભરમા હાર્ટ એટેકનો ખતરો વધી રહ્યો છે. તેનું મેઇન કારણ છે ફિઝિકલ એક્ટિવિટી ઘટી રહી છે. લોકો અનહેલ્ધી ફૂડ વધુ પ્રમાણમા લેતા બન્યા છે. આ માટે તમે ડુંગળીના ફોતરાંને ફેકશો નહીં અને એક પેનમાં રાખી તેમાં પાણી ઉમેરો અને પછી તેને ગેસ પર ગરમ કરો. પાણી ઊકળે ત્યારે તેને ગાળી લો અને હુંફાળું થાય ત્યારે પી જાઓ.  

#CGNews #health #India #many benefits #throwing #onion #leaves
Here are a few more articles:
Read the Next Article