-
HMPV વાયરસની દહેશત
-
રાજ્યમાં કેસ નોંધાતા આરોગ્ય વિભાગ બન્યું સતર્ક
-
ભરૂચ જનરલ હોસ્પિટલ ટ્રીટમેન્ટ માટે સજ્જ
-
ટેસ્ટ થી લઇ ટ્રીટમેન્ટ સુધીની સુવિધા ઉપલબ્ધ
-
આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટર પણ ઉપલબ્ધ
-
ગભરાવાની નહિ પણ સતર્કતાની જરૂર
ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે હ્યુમન મેટાન્યુમો વાયરસ. એટલે કે HMPVનો પહેલો કેસ આવતા જ આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. ભરૂચ જિલ્લામાં હજી એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ વહીવટી તંત્ર સતર્ક બની ટેસ્ટથી ટ્રીટમેન્ટની તમામ સુવિધા સાથે સજજ થઈ ગયું છે.
ચીનમાં HMPVના કેસોથી અફરાતફરીનાં વહેતા થયેલા અહેવાલથી લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઇ જવા સાથે દહેશત જોવા મળી રહી છે.ત્યારે દેશમાં 6 અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે.સરકાર તુરંત એક્શન માં આવી ગયુ છે. ભરૂચ જિલ્લામાં હજી સુધી HMPV નો એક પણ કેસ સામે આવ્યો નથી.જોકે અગમચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે.
ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ કરવા માટેની તમામ તૈયારીઓ કરવા સાથે સારવાર માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.ભરૂચ કિરણ સી.પટેલ.એટલે કે જનરલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડો.દીપા થડાણીએ તંત્રની સજ્જતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે ટેસ્ટની સુવિધા કરવા સાથે વેન્ટિલેટર અને આઈસોલેશન વોર્ડ પણ તૈયાર છે.
જોકે ભરુચમાં હજુ કોઈ કેસ નોંધાયો નથી અને હાલ શરદી,ખાંસી અને તાવના કેસ આવી રહ્યા છે.ગભરાવવાની જરૂર નથી પણ સતર્ક રહેવાની જરૂર છે.ભરૂચમાં કોઈ કેસ HMPV વાયરસ નો આવ્યો નથી પણ કોરોના સમયની સુવિધા અને અનુભવ સાથે તંત્ર સજજ જોવા મળી રહ્યું છે.