Connect Gujarat
આરોગ્ય 

પ્રોટીનનો ખજાનો છે પનીર, રોજ સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો પનીરના ફાયદા ....

પનીર ખાવામાં તો ટેસ્ટી હોય છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો આવો જાણીએ તેના ફાયદાઓ...

પ્રોટીનનો ખજાનો છે પનીર, રોજ સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણો પનીરના ફાયદા ....
X

પનીર ખાવામાં તો ટેસ્ટી હોય છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે. તો આવો જાણીએ તેના ફાયદાઓ...

શાકાહારી લોકોની ફેવરિટ વાનગીઓ માની એક હોય છે પનીરની વાનગી. પનીર કરી ભારતના દરેક પ્રદેશમાં ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. પનીર ખાવામાં જેટલું ટેસ્ટી છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પનીર પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. પનીર શાકાહારી લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. 100 ગ્રામ પનીરમાંથી લગભગ 18 ગ્રામ પ્રોટીન મળી રહે છે. જે 100 ગ્રામ ચિકનમાં મળતા પ્રોટીન બરાબર હોય છે.

પનીરમાં ભરપૂર માત્રમાં કેલ્સિયમ આવેલું છે. હાડકાં સંબંધિત કોઈ પણ રોગ માટે તમારે પનીરનું રોજે સેવન કરવું જોઈએ.

પનીરમાં પ્રોટીન વધુ માત્રામાં અને કાર્બોહાઈડ્રેટ ઓછા પ્રમાણમા હોય છે. તે વજનને કંટ્રોલ કરી શકે છે. પનીર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

પનીર ઝીંકનો પણ મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે. ઝીંક શ્વેત રક્તકણો બનાવવામાં પણ મદદ કરે છે. જે ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે. દરરોજ પનીરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. પનીરમાં વિટામિન B12 પણ હોય છે. જે લાલ રક્તકોશિકાઓનું ઉત્પાદન કરવા અને સ્વસ્થ નર્વસ સિસ્ટમ જાળવવા માટે જરૂરી છે.

પનીરમાં પોટેશિયમ પણ ભરપૂર પ્રમાણમા આવેલું છે. જે બીપીને નિયંત્રિત કરવામાં અને હદયને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ સિવાય પનીરમાં સોડિયમની માત્રા ઓછી હોય છે જે હદયને સ્વસ્થ રાખે છે.

Next Story