Connect Gujarat
આરોગ્ય 

એક્સસાઈઝ કરવી બોરિંગ લાગે છે? તો રોજ 20 મિનિટ કરો ડાન્સ... થશે જબરદસ્ત ફાયદાઓ....

એક્સસાઈઝ કરવી બોરિંગ લાગે છે? તો રોજ 20 મિનિટ કરો ડાન્સ... થશે જબરદસ્ત ફાયદાઓ....
X

શું તમે જાણો છો કે દરરોજ માત્ર 20 મિનિટ ડાન્સ કરવાથી તમને શારીરક અને માનસીક રીતે પણ ફાયદો થાય છે. મોટા ભાગના લોકોને ડાન્સ કરવો ગમતો હોય છે. કેટલાક લોકો તો ડાંસના એટલા શોખીન હોય છે કે મ્યુઝિક શરૂ થતાં જ સ્ટેપ્સ આપોઆપ થવા લાગે છે.

· રોજ જો તમે 20 મિનિટ ડાન્સ કરો તો માનસિક તણાવ દૂર થાય છે. તમારો મૂડ સારો રહે છે. અને ડિપ્રેસન સંબંધિત લક્ષણો ઓછા જોવા મળે છે.

· નૃત્ય મગજના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદ કરે છે. તે તમારી યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે. જો રિપોર્ટનું માનવામાં આવે તો ડિમેન્શિયાના પ્રારંભિક લક્ષણોને પણ રોકી શકાય છે.

· ડાન્સ તમારા શરીરમાં લચીલાપણું લાવે છે. જો તમે દરરોજ થોડી મિનિટો માટે ડાન્સ કરો છો તો તમારું શરીર લચીલું અને સુડોળ બને છે. આનાથી સ્નાયુઓને પણ ફાયદો થાય છે.

· દરરોજ જો તમે માત્ર 15 થી 20 મિનિટ ડાન્સ કરો છો તો તમે તનાવથી દૂર રહો છો. તમારો મૂડ સારો રહે છે. અને જે લોકો ઉતેજના સાથે નાચતા હોય છે તે લોકો ડિપ્રેસનથી પણ દૂર રહે છે.

· નૃત્ય તમને ઉર્જાવાન બનાવે છે. તમારું શરીર એક્ટિવ રહે છે. સુસ્તી અને આળસ બધુ છૂટી જાય છે.

Next Story