Connect Gujarat
આરોગ્ય 

ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો અકસીસ ઉપાય આ ફળના પાન, જાણો તેના ફાયદા વિષે...

આયુર્વેદ ચિકિત્સા વિજ્ઞાન માટે વરદાન છે. આયુર્વેદમાં બતાવવામાં આવેલ ઈલાજ કોઈ પણ બીમારીને જડમાંથી ખતમ કરી દે છે અને સૌથી મોટી વાત તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી.

ડાયાબિટીસને કંટ્રોલ કરવાનો અકસીસ ઉપાય આ ફળના પાન, જાણો તેના ફાયદા વિષે...
X

હકીકતમાં જોઈએ તો, આયુર્વેદ પદ્ધતિમાં ઈલાજ આપણી આજૂબાજૂમાં જ હોય છે. ઘણી વાર આપણી આસપાસમાં જ તે હોય છે, પણ આપણને તેના વિશે જાણ નથી હોતી. આવી રીતનો એક છોડ છે જેનું નામ છે સીતાફળ.

- ભારતના મોટા ભાગના વિસ્તારમાં સીતાફળના છોડ મળી જશે. સીતાફળ ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલા જ તેના ઔષધીય ગુણો પણ છે.

- એનસીબીઆઈના રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે, સીતાફળના પાનમાં એન્ટી ડાયેબિટક ગુણ હોય છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો બ્લડ શુગર ઘટી જાય છે.

- આ છોડ દવાઓનો બહુ મોટો સ્ત્રોત છે. કેટલાય છોડમાંથી દવા બનાવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચના આધાર પર જાણ્યું છે કે, લગભગ 800 પ્રકારના છોડમાં એન્ટી ડાયબેટિક ગુણ હોય છે. તેમાંથી કેટલાય છોડના જડમાં એન્ટી ડાયબેટિક ગુણ હોય છે, તો અમુકના પાનમાં એન્ટી ડાયબેટિક ગુણ મળે છે. તો વળી અમુક ફળ અથવા છોડમાંથી મળતી અન્ય ચીજોમાં એન્ટી ડાયબેટિક ડ્રગ મળે છે.

- રિસર્ચમાં દાવો કર્યો છે કે સીતાફળના પાનમાં ટાઈપ 2 ડાયબિટીઝનો ઈલાજ થઈ શકે છે. અધ્યયનમમાં સામે આવ્યું છે કે, પ્લાન્ટ્સમાં અલ્કલાઈડ્સ, ગ્લાઈકોસાઈડ્સ, ગેલેક્ટોમેનન ગન, પોલીસેકેરાઈડ્સ, પેપ્ટિડોગ્લાઈકેન્સ, હાઈપોગ્લાઈકેન્સ, ગુઆનિડાઈન, સ્ટેરોયડ, કાર્બોહાઈડ્રેટ, ગ્લાઈપોપેપ્ટાઈડ્સ, ટેરપેનોઈડ્સ, અમીનો એસિડ જેવા કંપાઉંડ છે, જે ટાઈપ 2 ડાયાબિટીસ માટે ખૂબ જ ફાયદાકારક છે.

- સીતાફળના પાનમાં જે એન્ટી ડાયબેટિક ગુણ હોય છે, તે સીધા પૈંક્રિયાઝ પર અસર કરે છે. હકીકતમાં જોઈએ તો, પૈક્રિંયાઝથી ઈંસુલિન નામના હોર્મોન હોય છે. આ હોર્મોન જ્યારે રિલીઝ થાય છે, તો લોહીમાં ગયેલા ગ્લૂકોઝને અવશોષિત કરી લે છે.

Next Story