Connect Gujarat
આરોગ્ય 

શું તમને તો નથીને વિટામિન Dની ખામી? સમય રહેતા થઈ જજો સાવધાન નહીં તો....

વિટામિન ડી ની ઉણપના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે. વિટામિન ડી ની ખામીથી હાથ અને પગ પર તેના સંકેત જોવા મળે છે.

શું તમને તો નથીને વિટામિન Dની ખામી? સમય રહેતા થઈ જજો સાવધાન નહીં તો....
X

વિટામિન ડી ની ઉણપના કારણે હાથ પગમાં ખાલી ચડવા લાગે છે. વિટામિન ડી ની ખામીથી હાથ અને પગ પર તેના સંકેત જોવા મળે છે.

હાથ અને પગની આંગળમાં ખાલી ચડવી કે સોજો આવવો જેવા ઘણા કારણ હોય શકે છે. જેમ કે પોષકતત્વોની કમી, નસો અને હાડકાના રોગ અને બીજી બીમારીઓ સાથે સંબંધિત ફેક્ટર્સ. વિટામિન ડી ની કમીથી ખાલી ચડવી અને બીજી સમસ્યાઓના વિકાસ સાથે જોડાયેલી હોય શકે છે. કેમ છે Vitamin D જરૂરી?

Vitamin D આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ હાડકા અને મસલ્સના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તે સૂર્યના કિરણ અને માછલી, દૂધ અને ઈંડામાંથી મળે છે શરીરમાં Vitamin Dની કમીથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેવી કે....

· રિકેટ્સ

આ સમસ્યા બાળકોમાં થાય છે અને તેમના હાડકાઓના વિકાસ પર અસર પડે છે.

· ઓસ્ટિઓપોરોસિસ

આ મોટી ઉંમરના લોકોમાં થાય છે અને હાડકા કમજોર થવા લાગે છે.

· ન્યૂરોમસ્કૂલર સમસ્યા

Vitamin Dની કમીથી શરીરના મસલ્સના વિકાસ પર અસર પડે છે. જેનાથી મસલ્સ કમજોર થઈ જાય છે અને તેનાથી ન્યૂરોમસ્કુલર સમસ્યા થઈ શકે છે.

· ડિપ્રેશન અને વધારે થાક

Vitamin Dની કમીથી વધારે થાક અને ડિપ્રેશન થઈ શકે છે.

કઈ રીતે દૂર કરશો Vitamin Dની કમી

· દૂધ

Vitamin Dનો સારો એવો સોર્સ છે. એક કપ દૂધમાં લગભગ 100 આઈયુ Vitamin D હોય છે.

· મશરૂમ

મશરૂમમાં પણ Vitamin D સારા એવા પ્રમાણ માં હોય છે જેને ખાવાથી વિટામિન ડી ની કમી દૂર થશે.

· સૂર્યમુખીનું તેલ

સૂર્યમુખીના તેલમાં Vitamin D હોય છે. તેનો ઉપયોગ ખાવા માટે નથી કરવામાં આવતો પરંતુ તેનો ઉપયોગ ત્વચા પર લગાવવા માટે કરવામાં આવે છે.

· સૂરજના કિરણો

સૂરજના કિરણો સૌથી બેસ્ટ છે વિટામિન ડી માટે, તમે સૂરજની રોશનીમાં ઊભા રહીને તમારા શરીરમાં Vitamin D બને છે.

· સપ્લીમેંટ

તમારા શરીરમાં Vitamin Dની જરૂરિયાતને પૂરી કરવા માટે તમે Vitamin Dના એક સપ્લીમેંટનો ઉપયોગ કરી શકો છો.

Next Story