Connect Gujarat
આરોગ્ય 

કોરોનાનો ભરડો:ગાંધીનગરમાં ફરી શરૂ થશે DRDOની કોવિડ હોસ્પિટલ

ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે કેસ વધતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે

કોરોનાનો ભરડો:ગાંધીનગરમાં ફરી શરૂ થશે DRDOની કોવિડ હોસ્પિટલ
X

ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. એક તરફ ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે કેસ વધતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જેને લઈને હવે વાયબ્રન્ટ સમિટને કારણે બંધ કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવનાર છે.ગાંધીનગર મહત્મા મંદિર ખાતે કોરોનાની સારવાર માટે શરૂ કરવામાં આવેલી હોસ્પિટલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓનો ભાગરૂપે બંધ કરવામાં આવી હતી. જેને હવે 15 જાન્યુઆરી બાદ ફરી શરૂ કરવામાં આવનાર છે. મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતા ગાંધીનગર ખાતે DRDO દ્વારા 900 બેડની અધતન હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી.


જોકે હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે બંધ કરવામાં આવેલી હોસ્પિટલ ફરી શરૂ કરવામાં આવનાર છે. આ હોસ્પિટલમાં 225 ICU વેન્ટિલેટર બેડ અને 625 ઓક્સિજન બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. કોરોનાની સારવાર માટે ચાઇલ્ડ કેર યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો ગઈ કાલે ગાંધીનગરમાં કોરોનાના 23 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં કુલ 35 કેસ થયા છે. જાન્યુઆરીના માત્ર 4 દિવસમાં જ જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 105એ પહોંચ્યો છે. માત્ર 7 જ દિવસમાં કોરોનાના કેસમાં ચિંતાજનક 5 ગણો વધારો નોંધાયો છે. ગઈ કાલે નોંધાયેલા કેસમાં 9 વિદ્યાર્થી, આર્મી જવાનની પત્ની, પુત્ર અને પુત્રી સંક્રમિત થયાં છે જ્યારે ગૃહિણી સહિત સંક્રમિત થયા છે.

Next Story