શિયાળામાં મેથી ખાવી છે ફાયદાકારક,પરંતુ વધુ પ્રમાણમાં ખાવી નુકશાનકારક, જાણો

શિયાળાની ઋતુમાં લીલા પાંદડાવારા શાકભાજી પુષ્કળ પ્રમાણમા મળે છે,

New Update
શિયાળામાં મેથી ખાવી છે ફાયદાકારક,પરંતુ વધુ પ્રમાણમાં ખાવી નુકશાનકારક, જાણો

શિયાળાની ઋતુમાં લીલા પાંદડાવારા શાકભાજી પુષ્કળ પ્રમાણમા મળે છે, અને ખાસ કરીને શિયાળા દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે અવનવા નુશખા અપનાવતા હોય છે, પરંતુ આ વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો પણ નુકશાન થાય છે, વાત કરીયે મેથીની મેથીની ભાજી અને સૂકી મેથી બન્નેનો ઉપયોગ કરવામાં આવે છે, મેથીના પાન ખાવાના ઘણા ફાયદા છે. તેમાં વિટામિન સી, બી6, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. મેથીનો ઉપયોગ કરીને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. ખાસ કરીને શિયાળામાં લોકો મેથીનો ઉપયોગ કરીને પરાઠા, શાક અને પુરી બનાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે મેથી ખાવાના અનેક ફાયદાની સાથે સાથે ગેરફાયદા પણ છે. ઘણા બધા ગુણોથી ભરપૂર મેથી સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે મેથી સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે.

પાચન તંત્રની સમસ્યાઓ :-

મેથીમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર મળી આવે છે, જેના કારણે પાચન સંબંધી ઘણી સમસ્યાઓ થાય છે. તેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી લૂઝ મોશન, ગેસ વગેરે થઈ શકે છે, તેથી જો તમને પહેલાથી જ પેટ સંબંધિત સમસ્યાઓ છે, તો મેથી ખાવાનું ટાળવું જોઈએ.

હાઇ બીપી :-

મેથી ખાવાથી હાઈ બીપીની સમસ્યા પણ થઈ શકે છે. વાસ્તવમાં, મેથીમાં સોડિયમ ઓછું જોવા મળે છે, જે પાછળથી હાઈ બીપીનું કારણ બને છે. જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો મેથી ઓછી માત્રામાં ખાઓ.

ગેસની સમસ્યા :-

મેથીના વધુ પડતા સેવનથી ખાટા ઓડકાર અને ગેસની સમસ્યા પણ થઈ શકે છે, તેથી એસિડિટીના કિસ્સામાં મેથી મર્યાદિત માત્રામાં ખાઓ.

બ્લડ સુગર સમસ્યા :-

મેથીનું સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે, પરંતુ મેથીનું વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે લોકોનું શુગર લેવલ ઓછું હોય તેમણે મેથી મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ.

Latest Stories