Connect Gujarat
આરોગ્ય 

રીંગણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કોને રીંગણ ના ખાવા જોઈએ...

રીંગણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક સિઝનમાં મળી રહે છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેને રીંગણ ના ખાવા જોઈએ.

રીંગણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કોને રીંગણ ના ખાવા જોઈએ...
X

રીંગણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દરેક સિઝનમાં મળી રહે છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેને રીંગણ ના ખાવા જોઈએ. રીંગણ ખાવાથી હદયની બીમારી અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. રીંગણ ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. પરંતુ અમુક લોકોએ રીંગણ ખાવાથી બચવું જોઈએ.

જાણો કોણે રીંગણ ના ખાવા જોઈએ....

  • જો કોઈ વ્યકતીને સ્કિનની એલર્જી હોય તો તેમણે રીંગણ ના ખાવા જોઈએ. કારણ કે રીંગણ ખાવાથી તમારી એલર્જી ટ્રીગર કરી શકે છે.
  • જે વ્યકતીને વારંવાર પેટની તકલીફ રહે છે. તેમણે રીંગણ ક્યારેય ના ખાવા જોઈએ. જે વ્યકતીને ગેસની સમસ્યા થઈ જાય છે તેને પણ રીંગણ ના ખાવા જોઈએ.
  • જો તમારા શરીરમાં લોહીની ઉણપ હોય તો રીંગણ ખાવા જોઈએ નહીં. આ તમારા લોહી બનાવવામાં મુશ્કેલી ઊભી કરે છે.
  • જે લોકોની આંખોમાં તકલીફ રહે છે જેમ કે બળતરા કે સોજો તેમણે રીંગણ ખાવા જોઈએ નહીં કેમ કે આ દિવસેને દિવસે વધી શકે છે.
  • જે લોકોને પથરીની સમસ્યા હોય તેને પણ રીંગણનું સેવન ટાળવું જોઈએ. કારણ કે રિંગણમાં હજાર ઓક્સલેટ પથરીની પ્રોબ્લેમ વધારી શકે છે.
  • પાઇલ્સથી પીડિત વ્યકતીએ રીંગણ ન ખાવા જોઈએ. નહિતર તમારી તકલીફ વધી શકે છે.
Next Story