ટીંડોળા ખાવાનું ન ગમતું હોય તો પણ ચાલુ કરી દેજો, એટલા ફાયદા થશે કે દવાની જરુર નહીં પડે..

ફળથી લઈને શાકભાજી સુધી સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિએ આપણને કેટલીય વસ્તુઓ આપી છે. તેમાંથી એક છે ટીંડોળા. જેને આઈવી ગાર્ડ પણ કહેવાય છે.

New Update
ટીંડોળા ખાવાનું ન ગમતું હોય તો પણ ચાલુ કરી દેજો, એટલા ફાયદા થશે કે દવાની જરુર નહીં પડે..

ફળથી લઈને શાકભાજી સુધી સ્વસ્થ રહેવા માટે પ્રકૃતિએ આપણને કેટલીય વસ્તુઓ આપી છે. તેમાંથી એક છે ટીંડોળા. જેને આઈવી ગાર્ડ પણ કહેવાય છે. જો કે, કેટલાય લોકોને આ શાકભાજી પસંદ નથી હોતી અને ખાવામાં તે બોરિંગ પણ લાગે છે. પણ તેમાં એવા કેટલાય જાદુઈ ગુણ હોય છે, જેને જાણ્યા બાદ તમે પણ ટીંડોળા ખાવાના શરુ કરી દેશો. આ શાકભાજી ડાબાયિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આવો જાણીએ ટીંડોળાના ફાયદા વિશે...

· ખરાબ ડાયજેશન સુધારશે

અમુક સ્ત્રોત અનુસાર, ટીંડોળા ડાયટમાં સામેલ કરવાથી કબ્જ જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. આ શાકભાજીમાં ફાઈબરનો સારો એવો સ્ત્રોત મળે છે. જેના કારણે પેટ સાફ કરવામાં સરળતાથી રહે છે. જો કે આ દાવાનું સમર્થન કરવા માટે કોઈ પાક્કો પુરાવો નથી.

· ડાયાબિટીસમાં ફાયદાકારક

હર્બલ ટ્રીટમેંટમાં ડાયાબિટીસ પેશન્ટને ટીંડોળા પર ભાર આપવા જોઈએ. શોધકર્તાઓનું માનવું છે કે, ટોંડાળાના પાન અને ટીંડોળાના અર્કના સેવનથી ડાયાબિટીસ પેશન્ટને ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે.

· બ્લડ શુગર કંટ્રોલ કરશે

ટીંડોળા એક રેશેદાર શાકભાજી છે અને તેમાં ફાઈબર હોય છે. ફાઈબર બ્લડમાં શુગર રિલીઝ કરવાના દરને ઓછું કરે છે, જે બ્લડ શુગર લેવલ કમ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

હાઈડ્રેટેડ રાખશેટીંડોળામાં પાણીની માત્રા વધારે હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. યોગ્ય હાઈડ્રેશનથી બોડી યોગ્ય રીતે ફંક્શન કરે છે.

· યોગ્ય વજન રાખવામાં મદદ

ટીંડોળામાં ખૂબ જ ઓછી કેલોરી હોય છે, જે વજનને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. યોગ્ય વજન રાખવાથી ટાઈપ 2 ડાયાબિટીઝના ખતરાને ઓછું કરી શકાય છે.

Latest Stories