Connect Gujarat
આરોગ્ય 

મેમરી પાવર વધારવા માટે ખાઓ આ 5 ફ્રૂટ્સ, મગજ કોમ્પ્યુટરથી પણ વધારે તેજ બની જશે........

મેમરી પાવર વધારવા માટે ખાઓ આ 5 ફ્રૂટ્સ, મગજ કોમ્પ્યુટરથી પણ વધારે તેજ બની જશે........
X

સ્વસ્થ શરીર માટે મગજને તેજ કરવું ખૂબ જ જરૂરી છે. જો મગજ કમજોર થવા લાગે તો ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મગજને હેલ્ધી અને સ્વસ્થ રાખવા માટે પોષક તત્વોથી ભરપૂર ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. મગજ જેટલું સ્વસ્થ રહેશે કામ એટલું જ ઝડપથી અને સારી રીતે થશે. તેનાથી સમજવા અને વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે. આજે અમે તમને એવા ફ્રૂટ્સ વિષે જણાવીશું જે મગજને તેજ કરે છે.

1. બ્રોકલી

બ્રોકલી ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. લીલા શાકભાજી મગજને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. બ્રોકલી એક એવી શાકભાજી છે જેમાં શક્તિશાળી એંટીઓક્સિડેંટ અને એંટીઇન્ફલેમેટરી આવેલા છે. તેમાં વિટામિન k પણ આવેલું છે જે મગજને તેજ કરવામાં મદદ કરે છે.

2. સંતરા : સંતરામાં ભરપૂર પ્રમાણમા વિટામિન સી હોય છે. સંતરા સિવાય પણ અનેક એવા ખાદ્ય પદાર્થો છે જેમાં વિટામિન સી હોય છે. તે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. સંતરા મસ્તિષ્કને મુક્ત કણોથી થતાં નુકશાનથી બચાવવામાં મદદ કરે છે.

3. બ્લૂ બેરી

બ્લૂ બેરીનું સેવન મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્રેઇનની હેલ્થ માટે બ્લૂ બેરીને ટોપ પર રાખી શકાય. તેમાં ભરપૂર માત્રામાં મેંગેનીઝ, વિટામિન K અને વિટામિન C હજાર હોય છે. તેને ખાવાથી મગજમાં બ્લડ ફ્લોને વધવા અને ધ્યાન એકાગ્ર કરવામાં મદદ કરે છે.

4. નટ્સ

નટ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં વિટામિન ઈ સહિત મગજને સ્વસ્થ્ય અને હેલ્ધી બનાવી રાખવા માટે ઘણા પોષક તત્વ રહેલા હોય છે. નટ્સનું સેવન કરવાથી મગજ સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ મગજને સ્વસ્થ્ય રાખવા માંગો છો તો નટ્સનું સેવન કરો.

5. ફાઈબર યુક્ત ફૂડ્સ

શરીરમાં ગ્લુકોઝના યોગ્ય રીતે અવશોષિત માટે ફાઈબર જરૂરી છે. ગ્લુકોઝની યોગ્ય આપૂર્તિ થવા પર મગજ સારી રીતે કામ કરે છે. ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ફાયબરયુક્ત ફૂડ ખાવાથી પાચનતંત્ર માં પણ સુધારો થાય છે.

Next Story