ખરાબ લાઈફ સ્ટાઇલના કારણે લોકોનો વજન સતત દિવસે ને દિવસે વધતો જાય છે. અને જયારે એક વાર વજન વધી જાય પછી તેને કંટ્રોલમાં લેવો ખૂબ જ અઘરો થાય જાય છે. ઓછું ખાધા પછી પણ જો તમારો વજન વધતો જ જાય છે અને 30 ની ઉમરમાં પણ તમે 50 ની ઉંમર જેવડા લાગો છો. તો તમે થાઇરોઈડનો શિકાર બનેલા છો તે પાકું છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં 10 ગણી થાઇરોઈડની સમસ્યા હોય છે. થાઈરૉઈડ એક મહત્વપૂર્ણ ગ્રંથિ છે. જે વ્યક્તિની ગરદન સાથે સ્થિત હોય છે. તે શરીરની વૃદ્ધિને નિયંત્રિત કરતાં હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. સાથે સાથે માનવ શરીરની ચયાપચયની પ્રક્રિયામાં પણ મદદ કરે છે. તો જાણો કયું પાણી પીવાથી થાઇરોઈડમાં ફાયદો થાય છે.
થાઇરોઇડમાં ધાણાનું પાણી ફાયદાકારક:-
જો કે જ્યારે હોર્મોન ઉત્પાદનમાં અસંતુલન હોય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ સમસ્યાઓનો સામનો કરી શકે છે. થાઇરોઇડ અસંતુલન બે પ્રકારના હોય છે, હાઇપોથાઇરોડિઝમ અને હાઇપરથાઇરોડિઝમ. વિટામીન B-12 ની ઉણપ, આયોડીનનું વધુ પડતું સેવન, ગ્રંથિમાં કેન્સરની વૃદ્ધિ, ગ્રંથિની બળતરાને કારણે આ સ્થિતિ ઊભી થઈ શકે છે. થાઇરોઇડ માટે ધાણાના બીજનું પાણીને અમૃત ગણવામાં આવે છે. ચાલો જોઈએ આ પણઇ કેવી રીતે તૈયાર કરવું અને તેના ફાયદા શું છે.
ધાણાનું પાણી પીવાના ફાયદા:-
નિષ્ણાતો કહે છે કે ધાણાનું પાણી થાઈરોઈડના દર્દીઓ માટે અમૃત સમાન છે. તે ડાયાબિટીસ , કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, અપચો, હોર્મોનલ અસંતુલન, એસિડિટી અને અતિશય તરસ જેવા ઘણા લાઈફસ્ટાઈલ રોગો માટે આયુર્વેદિક ડિટોક્સ તરીકે પણ સારી રીતે કામ કરે છે. જો કે લોકો નિયમિતપણે થાઈરોઈડ ઘટાડવા માટે દવાઓ લેતા હોય છે , પરંતુ થાઈરોઈડના બંને પ્રકારના અસંતુલનની સારવાર ધાણાના પાણીથી કરી શકાય છે.
થાઇરોઇડ માટે કોથમીરનું પાણી કેવી રીતે બનાવવું:-
ધાણાનું પાણી બનાવવા માટે 1 ચમચી કોથમીરને 1 ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. તે ઠંડું થયા પછી તેને ગાળીને પી જાઓ. તમને જણાવી દઈએ કે આ તમારા મેટાબોલિઝમને ખૂબ જ ઝડપથી વધારે છે.
· દરરોજ સવારે થાઇરોઇડનું પાણી પીવાથી માત્ર થાઇરોઇડના લક્ષણોમાં ઘટાડો થતો નથી પરંતુ એકંદર આરોગ્યને પણ પ્રોત્સાહન મળે છે. ધાણાની ઓર્ગેનિક પ્રકૃતિને કારણે તમે વધુ સ્વસ્થ અને ઊર્જાવાન અનુભવ કરશો. કોથમીરનું પાણી પીવાથી તમને તાજગીનો અહેસાસ તો થશે જ પરંતુ તેનાથી થાઈરોઈડ સહિતની અનેક બીમારીઓ પણ દૂર થશે.