શરીરમાંથી હાઈ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં 'લસણ' છે અકસીર ઈલાજ, જાણો કેવી રીતે કરવું લસણનું સેવન

લસણ એક એવી ઔષધી છે જેને આયુર્વેદિકની એક એકસીર દવા માનવામાં આવે છે.

New Update
શરીરમાંથી હાઈ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં 'લસણ' છે અકસીર ઈલાજ, જાણો કેવી રીતે કરવું લસણનું સેવન

સામાન્યરીતે રસોઈમાં સ્વાદ વધારવા અને ફ્લેવર માટે લસણનો ઉપયોગ થતો હોય છે પરંતુ શું તમને ખબર છે કે લસણ તમારા શરીરથી ગંદા કૉલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ બની શકે છે. આ સાથે જ લસણનાં સેવનથી તમે હાઈ બ્લડ શુગરને પણ કંટ્રોલ કરી શકો છો.

લસણમાં એલિસિન નામક કંપાઉંડ હાજર હોય છે જે શરીરનાં ખરાબ કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં અસરકારક હોય છે. તેથી જો તમે પણ કૉલેસ્ટ્રોલને ઘટાડવા ઈચ્છો છો તો ચોક્કસથી લસણનું આ રીતે સેવન કરજો.

લસણ અને પાણી

દરરોજ સવારે 1 ગ્લાસ પાણીની સાથે કાચા લસણની 1 કળીને પીસીને તેનું સેવન કરવું. તેનાથી તમારા શરીરમાં જમા થયેલ ગંદા કૉલેસ્ટ્રોલને સરળતાથી બહાર નિકાળી શકાશે.

મધ અને લસણ

1 લસણને 4-5 ટૂકડાઓમાં કાપી લો. પછી આ ટૂકડાઓમાં થોડું મધ ઉમેરવું. પછી આ મિક્સચરને સવારે ખાલી પેટે ખાઈ લેવું. તેનાથી એસિડિટીની સમસ્યાની સાથે-સાથે વજન પણ ઘટશે.

લસણને રોસ્ટ કરીને ખાવું

જો તમે લસણને ડ્રાય રોસ્ટ કરીને સેવન કરો છો તો તેનાથી તમારા શરીરમાં જમા થયેલ ખરાબ કૉલેસ્ટ્રોલ સરળતાથી ઘટી શકે છે. ક્રશ કરેલ લસણ સ્વાદિષ્ટ હોય છે અને તે શરદી-ઉધરસમાં પણ રાહત પ્રદાન કરે છે.

લસણ ઑયલ

જો તમે રેગ્યુલર કુકિંગ ઑયલને લસણનાં તેલથી રિપ્લેસ કરો છો અને પછી શાક, પરાઠા વગેરે બનાવો છો તો તેનાથી તમારું વજન તો ઘટશે જ સાથે ગંદા કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકવામાં પણ મદદ મળશે. જો કે લસણનું વધુ સેવન તમારા શરીરને નુક્સાન પણ પહોંચાડી શકે છે.

Latest Stories