મહિલાઓમાં વધુ રહ્યું છે હાર્ટ એટેકનું પ્રમાણ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો....

New Update
મહિલાઓમાં વધુ રહ્યું છે હાર્ટ એટેકનું પ્રમાણ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો....

પુરુષોની તુલનામાં મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીની એક સ્ટડી અનુસાર એ વાતની જાણ થાય છે કે પુરુષોની તુલનામાં મહિલાઓને હાર્ટ એટેક આવવાને કારણે મૃત્યુની સંભાવના બે ઘણી વધારે થઇ જાય છે, પરંતુ સામાન્ય રીતે મહિલાઓ પહેલાથી જોવા મળતા લક્ષણોને નજરઅંદાજ કરે છે જેના કારણે સમય પર સારવાર થઇ શકતી નથી. મહિલાઓમાં હાર્ટ એટેકથી પહેલા અલગ લક્ષણો જોવા મળે છે. તો જાણો તમે પણ આ લક્ષણો વિશે. સાથે જાણો બચવા માટે શું કરશો.

મહિલાઓમાં જોવા મળતા હાર્ટ એટેકના લક્ષણો .....

મહિલાઓમાં પુરુષોની સરખામણીમાં વધારે તણાવ અને ચિંતાની ભાવના હોય છે, જેના કારણે મહિલાઓમાં હાર્ટ એટેકની સમસ્યા વધી જાય છે. તણાવ અને ચિંતાને કારણે ડિપ્રેશનનો શિકાર બને છે. આ સિવાય મોટાપા, ડાયાબિટીસ, પોલીસિસ્ટિક ઓવરી સિંડ્રોમ, કિડનીની સમસ્યા, હાઇ કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડ પ્રેશર, ધુમ્રપાન, તળેલો ખોરાક, પ્રોસેસ્ડ ફુડને કારણે મહિલાઓમાં હાર્ટની બીમારીનું જોખમ વધી રહ્યું છે.

બચવા માટે આટલું કરો...

· પૌષ્ટિક ખોરાક ખાઓ જેમાં ખાસ કરીને બદામ, અખરોટ અને અંજીરને પણ એડ કરો.

· 25 વર્ષની ઉંમર પછી મહિલાઓ ખાસ કરીને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખે.

· તણાવથી બચો, જેના કારણે તમે ડિપ્રેશનનો શિકાર પણ બની શકો છો.

· વજન કંટ્રોલમાં કરો.

· દરરોજ એક્સેસાઇઝ કરવાની આદત પાડો.

· બ્લડ પ્રેશર કંટ્રોલમાં કરો.

આમ, તમારા શરીરમાં તમને આમાંથી કોઇ લક્ષણો દેખાય છે તો તમે જરા પણ આ વાતને ઇગ્નોર કરશો નહીં. તમારી એક નાની ભૂલ તમને અનેક સમસ્યાઓમાં ઘેરી શકે છે. આ માટે પોતાની હેલ્થનું ધ્યાન ખાસ રાખો.

Read the Next Article

ચોમાસામાં આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો નહીંતર થઇ શકે છે સ્વાસ્થ્યને નુકસાન

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

New Update
food

ચોમાસાની ઋતુ દરમિયાન દરેક માણસની પાચન શક્તિ નબળી પડી જાય છે. ત્યારે વરસાદી માહોલમાં ક્યા ખોરાકનું સેવન કરવું જોઈએ. તે અંગે આજે જાણીશું.

ચોમાસા દરમિયાન સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ. ઘણી વખત સ્ટ્રીટ ફુડ બનાવતા વિક્રેતાઓ હાઈજીનનું ધ્યાન નથી રાખતા તેથી બીમારીઓનું જોખમ વધી શકે છે.

વરસાદી માહોલમાં ફ્રાય કરેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તળેલા ખોરાકમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી પાચન ધીમુ થઈ શકે છે. તેથી તળેલો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

ચોમાસામાં સીફૂડ ખાવાથી કેટલીક વખત ચેપ લાગવાની શક્યતા છે. આ ઉપરાંત મીઠાનું સેવન ઓછુ કરવું જોઈએ. વરસાદી માહોલમાં મીઠાનું સેવન વધારે કરવાથી પેટ ફૂલવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.

ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાંદડાવાળા શાકભાજી અને કાચા શાકભાજીમાં બેક્ટેરિયા અને ફૂગ સરળતાથી લાગી શકે છે. તેથી પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ.

ઈડલી અને ઢોસા જેવા આથાવાળા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. તેમજ પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડનું વધુ સેવન બળતરા અને ત્વચાની સમસ્યાઓ તરફ દોરી શકે છે તેથી વધારે ખાંડ વાળી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત ચા અને કોફીનું સેવન ઘટાડવું જોઈએ.

Health is Wealth | Lifestyle Tips | Monsoon