હાર્ટના દર્દીઓએ આ 5 ચીજો ખાવાનું ટાળવું જોઈએ, હદય રહેશે એકદમ હેલ્ધી.....

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ નાની વયના યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે.

New Update
હાર્ટના દર્દીઓએ આ 5 ચીજો ખાવાનું ટાળવું જોઈએ, હદય રહેશે એકદમ હેલ્ધી.....

હાલ સમગ્ર રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. તેમાં પણ નાની વયના યુવાનોમાં આ સમસ્યા ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે તમારે તમારા હાર્ટને હેલ્ધી રાખવા માટે અમુક ફૂડ જે જેને તમારે તમારા આહારમાંથી અવોઈડ કરવા જોઈએ. કે જેથી તમારા હદયની હેલ્થ સારી રહે. જો તમે તમારા હદયને સ્વસ્થ રાખવા માંગતા હોય તો તમારા આહારનું ખૂબ જ ધ્યાન રાખો. આજકાલ ભેળસેળ વાળા ખોરાકના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તો તમારા હદને સ્વસ્થ રાખવા માટે આ વસ્તુઓ તમારા આહારમાંથી તરત જ કાઢી નાખો.

1. વધુ પડતી ખાંડનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ કારણે ધમનીઓ સંકોચાય છે. હાર્ટની સમસ્યા હોય તો ખાંડ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

2. મીઠું હદય અને કિડનીનું દુશ્મન માનવામાં આવે છે. વધુ પડતું મીઠું ખાવાથી બ્લડ પ્રેસર વધી શકે છે. જે હાર્ટ ફેલિયોરનું જોખમ વધારે છે.

3. તમારે પેકેજડ ફૂડનો વપરાશ ઓછો કરવો જોઈએ. બજારમાં મળતી આ વસ્તુઓમાં મીઠાનું પ્રમાણ ખુબ જ વધુ પ્રમાણમા હોય છે.

4. ખોરાકમાં લોટનો ઉપયોગ ઓછો કરો. લોટ ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી શકે છે. જે હદય સુધી લોહી પહોચાડવામાં મુશ્કેલી ઊભી કરે છે.

5. હાર્ટને લગતી સમસ્યાથી પીડાતા લોકોએ ફાસ્ટ ફૂડનું ખાવાનું ટાળવું જોઈએ. 

Latest Stories