ગુલાબ જળ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવે છે. તેમાં રહેલા ગુણો ત્વચાને નિખારવામાં મદદ કરે છે. ચહેરાની સફાઈ માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે તેને ફેસ પેકમાં સામેલ કરીને પણ ચહેરા પર લગાવી શકો છો. તો આવો જાણીએ, ગુલાબજળથી ફેસ પેક કેવી રીતે બનાવવો.
1. મધ અને ગુલાબજળનો પેક :-
આ પેક બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી મધ લો, તેમાં ગુલાબ જળ ઉમેરો. હવે આ પેકને ચહેરા પર લગાવો. લગભગ 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ તમારી ત્વચાને સુધારશે.
2. ચણાનો લોટ, ગુલાબજળ અને હળદર :-
આ માટે એક બાઉલમાં એક ચમચી ચણાનો લોટ લો, તેમાં એક ચપટી હળદર નાખો. ત્યારબાદ દહીંની મદદથી પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવો, લગભગ 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
3. દહીં, લીંબુ અને ગુલાબજળ :-
તમે આ પેકનો ઉપયોગ કરીને દોષરહિત ત્વચા મેળવી શકો છો. આ માટે એક બાઉલમાં એક ચમચી દહીં લો, તેમાં લીંબુનો રસ અને ગુલાબજળ નાખો. તેને મિક્સ કરીને ચહેરા પર લગાવો, સુકાઈ ગયા બાદ તેને પાણીથી ધોઈ લો.
4. મુલતાની માટી અને ગુલાબજળનો ફેસ પેક :-
શિયાળામાં, તમે આ પેકનો ઉપયોગ ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે કરી શકો છો. આ માટે એક બાઉલમાં એક ચમચી ચંદન પાવડર, અડધી ચમચી મુલતાની માટી મિક્સ કરો. હવે ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો, 15 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
5. ચંદન અને ગુલાબજળનો પેક :-
આ ફેસ પેક ચહેરા પર વધારાનું તેલ ઘટાડવામાં મદદરૂપ છે. આ માટે એક બાઉલમાં બે ચમચી ચંદન પાવડર લો અને તેમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર લગાવો, સુકાઈ ગયા બાદ ચહેરો પાણીથી ધોઈ લો.