Connect Gujarat
આરોગ્ય 

ઠંડીની ઋતુમાં ના પડવું હોય બીમાર તો ડાયટમાં અત્યારથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, નહીં પડો બીમાર....

સવાર સવારમાં ગુલાબી ઠંડી પાડવાની શરૂઆત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં તરત જ ઋતુ ચેન્જ થતાં લોકો બીમાર પડે છે.

ઠંડીની ઋતુમાં ના પડવું હોય બીમાર તો ડાયટમાં અત્યારથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરી દો, નહીં પડો બીમાર....
X

હવે હવામાન બદલાઈ રહ્યું છે, સવાર સવારમાં ગુલાબી ઠંડી પાડવાની શરૂઆત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં તરત જ ઋતુ ચેન્જ થતાં લોકો બીમાર પડે છે. તો સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કેટલીક વસ્તુઓને તમારા દૈનિક આહારમાં સામેલ કરો દો. બદલાતા વાતાવરણમાં ખાવા પીવાની આદતો પર યોગ્ય ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી શરીરમાં કોઈ રોગ નથી આવતા. આ બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. આ સ્થિતિમાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો શિયાળામાં શરીર એકદમ સ્વસ્થ અને નીરોગી રહેશે.

ઘી અને નારીયેળ તેલ

બદલાતી ઋતુમાં તમારે તમારા આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બને છે. જેના માટે ઓક્ટોબર મહિનાથી જ ઘી અને નારિયેળ ખાવાનું શરૂ કરી દો. દૈનિક ભોજનમાં તેલ અને ઘી સારી માત્રામાં મિક્સ કરીને ખાવું.

ગરમ ભોજન જ ખાવું

આ શિયાળાના શરૂઆતી મહિનાઓમાં ઠંડુ સલાડ ખવાણે બદલે ગરમ સૂપ પીવો, આ દિવસોમાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી ખાવા આ સિવાય ભોજન પણ ગરમ જ કરવું જોઈએ.

તેજાનાનો ઉપયોગ

આ દિવસોમાં ખોરાકમાં કેટલાક મસાલાનો ઉપયોગ વધુ કરવો જોઈએ. જેમ કે આદું, એલચી, તજ, લવિંગ, કાળા મરી, લસણ અને ડુંગળીનો ભોજનમાં બાહરપુર માત્રામાં સમાવેશ કરો.

કાળા મરી

આ સિઝન માટે કાળા મરી, હળદર અને તજને બેસ્ટ ગરમ મસાલા માનવામાં આવે છે. કાળા મારી ગેસ દૂર કરે છે. શરદી મટાડે છે અને પાચન ક્રિયા પણ સરળ બનાવે છે.

તજ

શિયાળાની ઋતુમાં હાથ પગ સૌથી વધુ ઠંડા હોય છે. પરંતુ જો તમે ચામાં તજ નાખીને પિશો તો ઠંડી નહીં લાગે અને સાથે જ કફ દોષ પણ શાંત થશે.

ગરમ અને હુંફાળું દૂધમાં જાયફળ

સારી ઊંઘ માટે એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી જાયફળનો પાવડર ઉમેરીને પીવો, આમ કરવાથી અનિન્દ્રાની સમસ્યા દૂર થશે અને ગેસમાં રાહત થશે.

Next Story