Connect Gujarat
આરોગ્ય 

આ નવરાત્રીમાં દિલ ખોલીને રમજો દાંડિયા, વજન ઘટાડવાની સાથે સાથે થશે આ જબરદસ્ત ફાયદાઓ......

આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે.

આ નવરાત્રીમાં દિલ ખોલીને રમજો દાંડિયા, વજન ઘટાડવાની સાથે સાથે થશે આ જબરદસ્ત ફાયદાઓ......
X

આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે. દાંડિયા એક એવો રાસ છે, જેમાં ભક્ત હાથમાં દાંડિયા લઈને ગરબા કરે છે. દાંડિયા રાસથી મન પ્રફુલ્લિત રહે છે અને આરોગ્ય માટે પણ ગુણકારી છે. દાંડિયારાસથી આરોગ્યને શું લાભ થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

દાંડિયા રાસથી આરોગ્યને ફાયદા

દાંડિયા રાસ કરતા સમયે ભરપૂર એનર્જીની જરૂર રહે છે. આ દાંડિયા રાસ બ્રેઈન માટે ખૂબ જ ફાયદાકારક છે. દાંડિયા રાસ કરતા સમયે આખું શરીર એક્ટિવ રહે છે. જેમાં ગોળ ગોળ ફરીને આગળ પાછળ ગરબે ઘુમવાનું હોય છે. જેથી શરીરનું વજન ઓછું તાય છે. એક કલાક દાંડિયા રાસ કરવાથી અડધા કલાક સ્વિમિંગ કરવા જેટલી કેલરી બર્ન થાય છે.

ફ્લેક્સિબિલિટી વધે છે

દાંડિયા રાસ કરતા સમયે આખા શરીરની કસરત થાય છે. હાથ પગ દરેક દિશામાં થિરકે છે અને દાંડિયા પકડવા માટે હાથે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ પ્રકારે શરીરની માંસપેશીઓની કસરત થાય છે ને શરીરની ફ્લેક્સિબિલિટી વધે છે.

બ્રીધિંગ પાવર મજબૂત થાય છે

દાંડિયા રાસ કરતા સમયે શરીર સતત ડાંસિંગ મોડમાં રહે છે. જેથી ફેંફસા વધુ કામ કરે છે અને બ્રીધિંગ પાવર મજબૂત થાય છે. દાંડિયા રાસ કરવાથી હાર્ટ હેલ્ધી રહે છે અને શરીર સંપૂર્ણપણે એક્ટીવ રહે છે.

આ નવરાત્રીમાં દિલ ખોલીને રમજો દાંડિયા, વજન ઘટાડવાની સાથે સાથે થશે આ જબરદસ્ત ફાયદાઓ......

ફોકસ વધે છે

દાંડિયા રાસ એક એવો રાસ છે, જેમાં ગરબા કરતા સમયે ગૃપ અને પાર્ટનરના મૂવ્સ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. દાંડિયા એકસાથે વગાડવા માટે અને ફરવા માટે ફોકસ કરવું પડે છે, જેથી બ્રેઈન ફંક્શનમાં વૃદ્ધિ થાય છે.

Next Story