Connect Gujarat
આરોગ્ય 

સ્વાસ્થ્ય માટે ગુણકારી કાકડી ખાવાનો પણ એક સમય છે બેસ્ટ, આ સમયે ખાશો તો શરીરને પહોચશે ગંભીર નુકશાન....

કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે.

સ્વાસ્થ્ય માટે ગુણકારી કાકડી ખાવાનો પણ એક સમય છે બેસ્ટ, આ સમયે ખાશો તો શરીરને પહોચશે ગંભીર નુકશાન....
X

કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કાકડીની અંદર રહેલા બીજ કબજિયાતને રોકવામાં મદદ કરે છે. કાકડીમાં વધુ પ્રમાણમા પાણી હોય છે, જે તમારા પેટને એકદમ સ્વસ્થ રાખે છે.

સલાડમાં કોઈ વસ્તુ ખાવામાં આવે તો સૌથી પહેલા કાકડી જ યાદ આવે છે. લગ્ન પ્રસંગ હોય કે ઘરનું જમવાનું સલાડમાં તો કાકડી જ હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે કાકડી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જો તેને સમયસર ખાવામાં આવે તો, જો કાકડીને ખોટા સમયે ખાવામાં આવે તો તે સ્વાસ્થ્યને નુકશાન પહોચાડી શકે છે.

કાકડીની ગેસ કે અપચા જેવી અનેક સમસ્યામાં ફાયદાકારક નીવડે છે. તેમાં વધુ પ્રમાણમા પાણી હોવાથી પેટને સ્વસ્થ રાખે છે. કાકડી ખાવાની સલાહ હંમેશા દિવસ દરમિયાન જ આપવામાં આવે છે એટલે કે બપોરે આપવામાં આવે છે. ઉનાળામાં કાકડી ખાવાના ઘણા ફાયદા છે. કાકડીમાં વિટામીન્સ, મિનરલ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પાવર હાઉસ છે. તમે કાકડીને સલાડ સેન્ડવિચ કે રાયતામાં ખાઈ શકો છો.

કાકડીને જો રાતે ખાવામાં આવે તો તે નુકશાન કરે છે, આ સિવાય કાકડીને તમે દિવસ દરમિયાન કે સવારમાં ખાઈ શકો છો. જો તમે સવારે ના ખાવ તો દિવસ બપોરના ભોજનમાં કાકડી ખાઈ શકો છો.

રાતે કાકડી ખાવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે માટે જ કાકડી ખાવાનો સાચો સમય બપોરે જ છે તેથી બપોરે જ સલાડ તરીકે કાકડીનું સેવન કરવું.

Next Story