દેશમાં દિવસે ને દિવસે ડાયાબિટીસના કેસો વધતાં જાય છે. બીજા દેશોની સરખામણીએ ભારતમાં ડાયાબિટીસના કેસોમાં ભારે ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં આજ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 101 મિલિયન છે. ત્રણ વર્ષ પહેલા આ સંખ્યા 70 મિલિયન હતી. આટલું જ નહિ પરંતુ પ્રી-ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસની ટોચ પર ઉભેલા આવા લોકોની સંખ્યા 136 મિલિયન નજીક છે. એટલે કે દેશની વસ્તીના લગભગ 15.3 ટકા લોકો તેનાથી પ્રભાવિત છે. એક અહેવાલ મુજબ ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે ગોવામાં છે. જે લોકોને પ્રી-ડાયાબિટીસ છે તેવા લોકો એ આ રોગથી બચવું જોઈએ. તો કેટલીક વસ્તુઓ નિયમિતપણે કરવી જોઈએ.
વજન ઘટાડો
જો તમારું વજન વધારે વ્ચે તો આજ થી જ તેને ઘટાડવાની કોશિસ શરૂ કરી દો. તમારું વજન 5 થી 10 ટકા ઓછું કરીને તમે આ રોગથી બચી શકશો.
આહારમાં ફેરફાર
વજન ઘટાડવા ઉપરાંત તમારે તમારા ખોરાકમાં કાર્બોહાઈડ્રેત્સ અને પ્રોટીનનો સમાવેશ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખોરાકમાં શકય હોય ત્યાં સુધી અંકુરિત અનાજ, ફાળો અને તાજા શાકભાજી નો સમાવેશ કરો. આ સિવાય બિનઆરોગ્યપ્રદ ચરબી અને ખાંડયુક્ત ખોરાકને હટાવવો ખૂબ જ જરૂરી છે.
કસરત કરો
દરરોજ નહીં પરંતુ અઠવાડિયામાં ઓછા માં ઓછા 5 દિવસ કસરત કરો. તમે જેટલા વધુ સક્રિય હશો તેટલું જ ડાયાબિટીસનું જોખમ તમારા માટે ઓછું રહેશે.
ખરાબ ટેવો ટાળો
સિગારેટ પીવાનું વ્યસન ઇન્સ્યુલીનના સ્તરને બગાડી દે છે. તેને લીધે ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. જો તમે પહેલેથી જ સિગારેટ અને દારૂ પીવાના શોખીન છો. તો આજે જ તેને છોડવાની કોશિસ કરો નહીં તો પછી પસ્તાવા સિવાય કઈ રહેશે નહિ.
ડોકટરની મુલાકાત લો.
ટાઈપ 2 ડાયાબિટિસથી બચવા માટે સમયાંતરે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે. જો તમે રિસ્કની નજીક છો તો ડોકટરની સલાહ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.