Connect Gujarat
આરોગ્ય 

કેરી ખાવાનો જાણો સાચો સમય, આડેધડ ખાવાથી શરીરમાં થાય છે ભયંકર બીમારીઓ

ગરમીમાં દરેક લોકો જે ફ્રૂટની રાહ જોઈને બેઠા હોય છે એ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. ગરમીમાં ખાસ કરીને કેરી માર્કેટમાં આવે છે.

કેરી ખાવાનો જાણો સાચો સમય, આડેધડ ખાવાથી શરીરમાં થાય છે ભયંકર બીમારીઓ
X

ગરમીમાં દરેક લોકો જે ફ્રૂટની રાહ જોઈને બેઠા હોય છે એ છે કેરી. કેરીને ફળોનો રાજા કહેવામા આવે છે. ગરમીમાં ખાસ કરીને કેરી માર્કેટમાં આવે છે. આ કેરી જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય છે. ગરમીમાં ઠંડી ઠંડી કેરી ખાવાની મજા જ કઈક અલગ હોય છે. કેરીનાં રસ માંથી તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. કે રાષ્ટ્રીય ફળ પણ છે. આમ તમને જમાવી દઈએ કે કેરી ખાવાનો પણ એક સમય હોય છે. તો આવો જાણીએ કેરી ખાવાનો સાચો સમય.

આયુર્વેદ માં કહેવાય છે કે કોઈ પણ ફળ યોગ્ય રીતે અને યોગ્ય સમયે ખાવાથી હેલ્થને ફાયદો થાય છે. તમને જ્યારે ઈચ્છા થાય અને તમે કેરીનું સેવન કરો છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘણી વાર ખોટી રીતે અને ખોટા સમયે કેરી ખાવાથી પેટમાં ગળબડથી લઈને અનેક બીજી સમસ્યાઓ ઉદભવતી હોય છે.

જાણો કેરી કેમ ખાવી જોઈએ

પાકેલી કેરીમાં અનેક મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે જે હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. એક રિપોર્ટ અનુસાર કેરીમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન સી, કોપર, ફોલેટ, વિટામિન બી 6, વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઈ, નિયાસીન અને પોટેશિયમ જેવા અનેક તત્વો આવેલા હોય છે.

જાણો કેરી ખાવાનો સાચો સમય

કેરી ખાવાનો સાચો સમય પોસ્ટ લંચ એટલે કે બપોરના તમે જમી લો તેના થોડા સમય પછી.. તેમજ લંચ કે ડિનરની વચ્ચેના સમયમાં તમે કેરી ખાય શકો છો. આમ તમે કેરી ખાશો તો ગ્લુકોઝ લેવલ સામાન્ય રહેશે.

Next Story