ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે શેતૂર.. પરંતુ કિડનીની બીમારી વાળા લોકોએ ચેતીને રહેવું, જાણો તેના ફાયદા અને ગેરફાયદા

શેતૂર એક મીઠું અને રસદાર ફળ છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

New Update
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે શેતૂર.. પરંતુ કિડનીની બીમારી વાળા લોકોએ ચેતીને રહેવું, જાણો તેના ફાયદા અને ગેરફાયદા

શેતૂર એક મીઠું અને રસદાર ફળ છે. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, ફૉસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે સાથે શેતૂર એંટીઓક્સિડેંટ્સ ગુણોથી ભરપૂર છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શેતુરનું વધુ પડતું સેવન નુકશાનકારક પણ સાબિત થાય છે. તો ચાલો જાણીએ શેતૂરના ફાયદા અને ગેરફાયદા......

1. ડાયાબિટીસના દર્દીઓ માટે શેતૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે શેતૂરમાં હાઇપરગ્લાયકેમિક ઇફેક્ટ જોવા મળે છે. જે લોહીમાં ખાંડની વધારાની માત્રાને ઘટાડવામાં મદદરૂપ બને છે. જો તમે શેતૂરનું સેવન કરો છો તો તમારું હિમોગ્લોબિનનું સ્તર વધે છે. જેના કારણે એનીમિયાની તકલીફ દૂર થાય છે.

2. શેતૂરમાં વિટામિન સી, ઝીંક અને વિટામિન એ જોવા મળે છે. તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત બને છે. જેથી તમારા શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રાખે છે. શેતૂરમાં કેલ્સિયમ જોવા મળે છે અને કેલ્સિયમ હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.

3. હાઇ બીપી વાળા દર્દીઓને માટે શેતૂરનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે શેતૂરમાં એંટી હાઇપરટેનસિવ અસર જોવા મળે છે. જે બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. શેતૂરમાં ડાયેટરિ ફાઈબર જોવા મળે છે, સાથે જ લોહીમાં મોજૂદ ચરબી ઘટાડવાની અસર હોવાથી તેનું સેવન કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં રહે છે. સાથે જ હદય પણ સ્વસ્થ રહે છે.

4. આંખોને લગતી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે શેતૂર ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે શેતૂરમાં વિટામિન એ જોવા મળે છે. જે આંખોને સ્વસ્થ રાખવામા અને આંખોની રોશની વધારવામાં મદદરૂપ સાબિત થાય છે.

5. જે લોકોનું બ્લડ સુગર લેવલ ઓછું હોય તેમણે શેતૂરનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેનાથી સુગર લેવલ વધારે નીચું જાય છે.

6. ઘણા લોકોને શેતૂરથી એલર્જી હોય છે. તેથી તેનું સેવન કરવાથી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે. જો કિડનીની બીમારીની ફરિયાદ હોય તો શેતૂરનું સેવન કરવાનું ટાળવું જોઈએ, આનાથી ભારે નુકશાન થઈ શકે છે.   

Latest Stories