Connect Gujarat
આરોગ્ય 

વિટામિન A, B12, C, D કે E જ નહીં પરંતુ વિટામિન P પણ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક... જાણો વિટામિન P ના સોર્સ..........

સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં વિટામીન્સ હોવું ખૂબ જ જરૂરી છે. તમે અત્યાર સુધી ઘણા વિટામીન્સ ના નામ તો સાંભડયા હશે.

વિટામિન A, B12, C, D કે E જ નહીં પરંતુ વિટામિન P પણ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક... જાણો વિટામિન P ના સોર્સ..........
X

સ્વસ્થ રહેવા માટે ખોરાકમાં વિટામીન્સ હોવું ખૂબ જ જરૂરી છે. તમે અત્યાર સુધી ઘણા વિટામીન્સ ના નામ તો સાંભડયા હશે. પરંતુ તમે વિટામિન P વિષે જાણો છો? તો જાણો તેના ફાયદા અને ગેરફાયદા... આ સાથે જ તમારે એ જાણવું પણ જરૂરી છે કે તમારા આહારમાં ક્યાં ખોરાકનો સમાવેશ થાય છે. તમે આ વિટામિનની ઉણપ પૂરી કરી શકો છો. વિટામિન પી એક પ્રકારના ફ્લેવેનોઈડ તરીકે ઓળખાય છે. તેમાં ફાયટોન્યૂટ્રીઅન્ટ અને એંટીઓક્સિડંટો મળી આવે છે. તેની ઉણપના કારણે અનેક પ્રકારની બીમારીઓ ઘર કરી જાય છે. તેથી તમારા આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરીને તમે તેની ઉણપને પૂરી કરી શકો છો.

· ખાટ્ટા ફળો

વિટામિન પી ની ઉણપને પૂરી કરવા માટે ખાટાં ફળોને તમારા આહારનો ભાગ બનાવો. નારંગી, લીંબુ અને દ્રાક્ષ જેવા ફળોમાં ફ્લેવેનોઈડ પુષ્કળ પ્રમાણમા જોવા મળે છે.

· ગ્રીન ટી

ગ્રીન ટીમાં કેટેચિન જોવા મળે છે, જે એક પ્રકારનો ફ્લેવોનોઈડ છે, જે વજન ઘટાડવાથી લઈને ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે, તેથી વિટામિન પીની ઉણપને પૂરી કરવા માટે ગ્રીન ટીને દિનચર્યામાં સામેલ કરો.

· શાકભાજી

પાલક, બ્રોકોલી જેવી શાકભાજીમાં પણ ફ્લેવોનોઈડ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ શાકભાજીને રોજિંદા આહારમાં સામેલ કરવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

· બેરી

જો તમે વિટામીન P ની ઉણપને પૂરી કરવા માંગો છો તો બ્લુબેરી, રાસ્પબેરી, બ્લેક બેરી અને સ્ટ્રોબેરી વગેરેને તમારા આહારનો ભાગ બનાવો. આ સિવાય સફરજન પણ એક ઉત્તમ વિકલ્પ છે.

· ડાર્ક ચોકલેટ

ચોકલેટ તો મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ ડાર્ક ચોકલેટ તમામ લોકો ખાતા નથી. ડાર્ક ચોકલેટમાં કેટેચિન હોય છે.

Next Story