હવે પેટ ભરીને ખાઓ પાણીપુરી, અનેક ફાયદાઓ જાણીને ચોંકી જશો.

પાણીપુરીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડિશ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

New Update
હવે પેટ ભરીને ખાઓ પાણીપુરી, અનેક ફાયદાઓ જાણીને ચોંકી જશો.

પાણીપુરીનું નામ સાંભડતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવી ડિશ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દેશભરમાં વિભિન્ન વિસ્તારમાં પાણીપુરી મળતી હોય છે. તો ખાસ જાણો કે પાણીપુરી ખાવાથી સ્વાસ્થ્યને કેટ કેટલા ફાયદાઓ થાય છે.

વજન ઓછું કરે છે.

તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે પાણીપુરી ખાવાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. આ માટે તમે સોજીની પાણીપુરી ખાશો નહીં પરંતુ તમે લોટની પાણીપુરી ખાવાની આદત રાખો. આ સાથે જ ગળ્યું પાણી પીવાનું છોડી દો. આ માટે તમે ફુદીના, લીંબુ, હિંગ અને કાચી કેરીનાં પાણીનો ઉપયોગ કરી શકો છો. પાણીમાં રહેલી આ વસ્તુ તમારુ વજન ઘટાડવામાં મદદ કરશે.

મોં ના છાલા માંથી રાહત મળે છે.

પાણીપુરી ખાવાથી તમને મોં ના છાલા માંથી રાહત મળે છે. પાણીપુરીના પાણીમાં જલજીરાનો ઉપયોગ થાય છે. અને સાથે જ પાણી પણ તીખું હોય છે. જેના કારણે મોં ના છાલા માં રાહત મળે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ પાણી અને પકોડી તમારે વધારે માત્રમાં ખાવાના નથી.

એસિડિટીમાં રાહત કરે છે.

પાણીપુરી ખાવાથી એસિડિટીમાં રાહત મળે છે. લોટની પાણિપુરીની સાથે જલજીરા, ફૂદીનો, કાચી કેરી, કાળું મીંઠું, કાળા મરીનો પાવડર અને પીસેલું જીરું તેમજ સાદા મીંઠાનો ઉપયોગ થઈ છે. આ દરેક વસ્તુઓ તમે એસિડિટી માંથી રાહત આપાવે છે. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે તમને એસિડિટીની સમસ્યા છે તો રાતે મોડા પાણીપુરી ખાસો નહીં.

ગભરામણ થાય તો પાણીપુરી ખાઓ

તમને ગભરામણ જેવુ થાય ત્યારે તરત જ તમે પાણીપુરી ખાવાનું શરૂ કરી દો. પાણીપુરી ખાવાથી ગભરામણ જેવી સમસ્યામાં તરત જ આરામ મળે છે. આ સમયે તમે 4 થી 5 પાણીપુરી ખાઓ. આમ કરવાથી ગભરામણ જેવી સમસ્યામાં રાહત મળી જાય છે.

મૂડ રિફ્રેશ થઈ જાય છે.

તમારો મૂડ સખત ખરાબ અને તમને સાવ આખા દિવસના કંટાળી ગયા છો તો ખાસ કરીને પાણીપુરી ખાઓ. પાણીપુરી તમારો મૂડ સારો કરી દેશે અને તમારો કંટાળો દૂર કરી દેશે.

જાણો ક્યારે અને કેવી રીતે પાણીપૂરી ખાશો

પાણીપૂરી ખાવાનો સૌથી બેસ્ટ સમય બપોરનો છે. લંચ અને સાંજના નાસ્તાની વચ્ચે પાણીપૂરી ખાવાથી ફાયદો થાય છે. પાચન તંત્ર સારુ રહે છે અને સાથે વર્કઆઉટ પણ કરી શકો છો. 

Latest Stories