Connect Gujarat
આરોગ્ય 

હવે, સરળતાથી મેળવો વ્હાઇટહેડ્સથી છુટકારો, અપનાવો યોગ્ય દિનચર્યા...

આપણે જાણીએ છીએ તેમ, ખાસ કરીને શિયાળામાં જ્યારે તેલ આપણી ત્વચામાં લાંબા સમય સુધી રહે છે

હવે, સરળતાથી મેળવો વ્હાઇટહેડ્સથી છુટકારો, અપનાવો યોગ્ય દિનચર્યા...
X

આપણે જાણીએ છીએ તેમ, ખાસ કરીને શિયાળામાં જ્યારે તેલ આપણી ત્વચામાં લાંબા સમય સુધી રહે છે અને તે તેલમાં ગંદકી જામી જાય, ત્વચા મરી જાય છે અથવા ત્વચાના છિદ્રો બેક્ટેરિયાના કારણે બંધ થઈ જાય છે, ત્યારે વ્હાઇટહેડ્સ બને છે. તેથી ત્વચાની સપાટી પર, તેઓ ગોળાકાર, નાના અને સફેદ ફોલ્લીઓ જેવા દેખાય છે. મોટાભાગના લોકોને આનાથી પીડા થાય છે અને તે પાકી જાય છે, ત્યારે તેમને દૂર કરવાની રીત બ્લેકહેડ્સ દૂર કરવાની રીત જેવી જ છે.

હકીકતમાં, જ્યારે ત્વચા વરાળના સંપર્કમાં આવે છે, ત્યારે છિદ્રો ખુલે છે અને વ્હાઇટહેડ્સ અથવા સફેદ ખીલ સરળતાથી દૂર કરી શકાય છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો. જો તમને લાગતું હોય કે એકવાર વરાળ આપવામાં આવે તો તે કાયમ માટે જતી રહેશે, તો તે શક્ય નથી. કારણ કે, વરાળ આપવામાં આવે, ત્યારે છિદ્રો ખુલે છે, પણ ફરી બંધ પણ થાય છે. આનો અર્થ એ છે કે, વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવા માટે માત્ર એક જ વાર વરાળ આપવું પૂરતું નથી.

આ માટે, વરાળ ઘણી વખત આપવી જોઈએ. ન્હાતી વખતે ટુવાલને હૂંફાળા પાણીથી હલકા હાથે નીચોવી પછી ચહેરા પર લગાવો. સ્ટીમ કરવાની આ પણ સારી રીત છે. અઠવાડિયામાં એક કે, બે વાર સ્ટીમ લેવાની ખાતરી કરો. જો ત્યાં ઘણા બધા વ્હાઇટહેડ્સ હોય, તો તમે તેને 3 વખત લઈ શકો છો. દિવસમાં ઓછામાં ઓછા 2 વાર તમારા ચહેરાને ફેસ વોશથી ધોઈને સાફ કરો, ખાસ કરીને જ્યારે તમને પરસેવો થતો હોય ત્યારે. માત્ર ઉનાળામાં જ નહીં પરંતુ શિયાળામાં પણ સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. આ બધા ઉપાયોથી જેમ કાળા ખીલ દૂર થઈ જાય છે, તેમ વ્હાઇટહેડ્સ કે, સફેદ ખીલ દૂર થઈ જાય છે. આ ઉપરાંત અઠવાડિયામાં 4થી 5 વખત કાચા દૂધથી ચહેરો ધોઈને સાફ કરવો વધુ હિતાવહ છે.

Next Story