/connect-gujarat/media/post_banners/22434fa3ef8d267e48910ebdecf11d6014addc7232411bb2e431f16f9c3a662f.webp)
દહીંનો સ્વાદ દરેકને પસંદ હોય છે. તેથી જ આપણે તેને દરેક ભોજન સાથે ખાવાનું પસંદ કરીએ છીએ અને વિવિધ વાનગીઓમા સામેલ કરવાનું ભૂલતા નથી. દહીં ના ઘણા ફાયદા છે તે આપણા પેટને ઠંડુ રાખે છે અને પાચન સંબંધિત સમસ્યાઓથી બચાવે છે. તેમાં કેલ્સિયમ અને ફૉસ્ફરસ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાંડકા અને દાંતને મજબૂત બનાવે છે.
· માટીના વાસણમાં દહીં જમાવવાના ફાયદા....
જૂના જમાનામાં આપણાં ઘરોમાં માટીના વાસણોમાં દહીં જમાવવામાં આવતું હતું. પરંતુ બદલાતા સમયમાં સ્ટીલના વાસણોએ તેનું સ્થાન લઈ લીધું છે. આજ કાલ ઘણા લોકો ઘરે પણ દહીં જમાવવાની તસ્દી લેતા નથી. તેના બદલે તેઓ તૈયાર દહીં બજારમાંથી જ ખરીદીને લાવે છે. તો આવો જાણીએ માટીના વાસણોમાં દહીં જમાવવાના ફાયદા...
1. દહીં ઝડપથી જામી જાય છે
ઉનાળામાં દહીં સરળતાથી અને ખૂબ જ ઝડપથી જામી જાય છે. પરંતુ તે જ દહીં શિયાળામાં જામતું નથી. કારણ કે તેને ખાસ તાપમાનની જરૂર હોય છે. જો તમે માટીના વાસણમાં દહીં રાખો છો. તો તે દહીંને ઇન્સ્યુલેટ કરશે અને શિયાળાની ઋતુમાં પણ તે ઝડપથી સેટ થઈ જશે.
2. દહીં ગાઢું જામે છે
માટીના વાસણમાં દહીં રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દહીંને ઘટ્ટ કરે છે, કારણ કે માટીના વાસણો પાણીને શોષી લે છે, જેના કારણે દહીં ઘટ્ટ થાય છે. તેનાથી વિપરીત, જો તમે સ્ટીલ અથવા એલ્યુમિનિયમના બાઉલમાં દહીં મૂકો છો, તો આવું થતું નથી.
3. માટીનો ફ્લેવર આવે છે
તમે અવાર નવાર જોયું હશે કે દહીંને માટીના વાસણમાં સંગ્રહિત કરવાથી તેમાંથી માટીની સુગંધ આવવા લાગે છે. જેના કારણે દહીંનો સ્વાદ ખૂબ જ સુંદર લાગે છે.
4. નેચરલ મિનરલ્સ મળે છે
જો તમે સ્ટીલ કે એલ્યુમિનિયમને બદલે માટીના વાસણમાં દહીં જમાવશો. તો શરીરને નેચરલ મિનરલ્સ મળે છે. જેવા કે આયર્ન, ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, વગેરે.