Connect Gujarat
આરોગ્ય 

પેટ સંબંધિત દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ છે તકમરિયા, રાતે સૂતા પહેલા કરો સેવન પેટ સાફ થઈ જશે.....

પેટ સંબંધિત દરેક સમસ્યા માટે રામબાણ ઈલાજ છે તકમરિયા, રાતે સૂતા પહેલા કરો સેવન પેટ સાફ થઈ જશે.....
X

તકમરિયાના બીજને પેટ સાફ કરવા, અપચો, કબજિયાત અને પેટ સંબંધિત દરેક સમસ્યા માટે રામબાણ માનવામાં આવે છે. આ સાથે જ તકમરિયાના બીજ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. અહી તમને તકમરિયાના બીજ ખાવાના ફાયદાઓ જણાવેલા છે.

આ નાના બીજને ઘણી વાર ચિયા બીજ સમજી લઈએ છીએ, તકમરિયાના બીજથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. આ બીજને ખાવાથી પાચનમાં સુધારો થાય છે, વજન ઘટે છે, લોહીમાં સુગર લેવાલને કંટ્રોલ કરે છે, શરીરને ઠંડક આપે છે, તણાવ દૂર કરે છે, બળતરા ઘટાડે છે, અમુક ચેપને રોકવાનો પણ સમાવેશ થાય છે. જો તમે કબજિયાતથી છુટકારો મેળવવા માંગતા હોય તો અને વજન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા હોય તો આ તકમરિયાના બીજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે.

1. કબજિયાતમાં રાહત આપે છે આ બીજ

તકમરિયાના બીજ શરૂર માટે કુદરતી ડિટોક્સ તરીકેનું કામ કરે છે. અને આંતરડાની ગતિને પ્રોત્સાહન આપે છે. એક ગ્લાસમાં પાણીમાં થોડા તકમરિયાના બીજ નાખી થોડા દિવસ સૂતા પહેલા પીવો. તકમરિયાના બીજમાં રહેલું તેલ પેટના ગેસમાં રાહત આપે છે. જે ફાયબરથી ભરપૂર હોય છે. જે કબજિયાત અને ડાયેરિયામાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

2. શરદી અને ઉધરસમાં પણ ફાયદાકારક

તકમરિયાના બીજનો ઉપયોગ સામાન્ય શરદી, ઉધરસ અને અસ્થમાની સારવાર માટે વર્ષોથી કરવામાં આવે છે. આ બીજમાં એન્ટિસ્પાસ્મોડિક ગુણો જોવા મળે છે, જે આ રોગોની સારવાર માટે ફાયદાકારક છે.

3. વજન ઘટાડવામાં પણ કરે છે મદદ

તકમરિયાના બીજ ફાઇબરથી ભરેલા હોય છે. તેથી લાંબો સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ કરાવે છે. આમાં ઓમેગા 3 એસિડ પણ હોય છે. જે શરીરમાં ચરબી બર્ન કરવાની અને મેટાબોલીઝમને પ્રોત્સાહિત કરે છે.

4. બ્લડ સુગર લેવલને કરે છે કંટ્રોલ

તકમરિયાના બીજમાં રહેલા ડાયેટરિ ફાઈબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એક ચમચી તકમરિયાના બીજને આખી રાત પાણીમાં પલાળી સવારે એક ગ્લાસ દૂધ નાખીને દરરોજ પીવાથી સમગ્ર દિવસ દરમિયાન તમારી ઇન્સ્યુલીનની સેન્સિટિવિટી માં વધારો જોવા મળે છે.

Next Story