પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન

પ્રોટીન આપણા શરીર માટે સૌથી જરૂરી છે. જે એમીનો એસિડ સાથે મળેલુ હોય છે. જ્યારે પણ આપણે પ્રોટીન ખાઇએ છીએ ત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ આજ એમીનો એસીડમાં તોડી દે છે.

New Update
powder

પ્રોટીન આપણા શરીર માટે સૌથી જરૂરી છે. જે એમીનો એસિડ સાથે મળેલુ હોય છે. જ્યારે પણ આપણે પ્રોટીન ખાઇએ છીએ ત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ આજ એમીનો એસીડમાં તોડી દે છે.

આ એમીનો એસિડ શરીરમાં ઘણી વસ્તુઓને બનાવવાનુ કામ કરે છે. મસલ્સ બનાવવા અને હાર્મોન્સને બેલેન્સ કરવાનું કામ કરે છે. પરંતુ લોકોને એ ખ્યાલ નથી કે તેમના શરીરને સારી રીતે કામ કરવા માટે રોજ કેટલા પ્રોટીનની જરૂરત હોય છે.

ઘણાં લોકો પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે સપ્લીમેન્ટ લે છે. પરંતુ જો કોઇને પહેલેથી જ કિડનીની બિમારી છે તો તેમણે પ્રોટીન લેવાથી બચવુ જોઇએ. કિડની શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે. પરંતુ જો પ્રોટીન વધુ માત્રામાં લેવામાં આવે તો કિડની ખરાબ થઇ શકે છે અને બોડી ડિહાઇડ્રેટ થઇ શકે છે.

એક સામાન્ય માણસે પોતાના વજન પ્રમાણે લગભગ 0.8 થી 1 ગ્રામ પ્રોટીન પ્રતિ કિલો શરીરના વજનના હિસાબથી લેવુ જોઇએ. જો કોઇનું વજન 70 કિલો છે તો તેમણે 56 થી 70 ગ્રામ પ્રોટીનની જરૂરત છે. તો બીજી તરફ તમે વધુ ફિઝિકલ એક્ટિવિટી કરો છો તો તમારે વજનના પ્રતિ કિલોના હિસાબથી લગભગ 1.6 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ.

પ્રોટીન લેતા સમયે શું ધ્યાન રાખવુ જોઇએ

-એક્સપર્ટનુ કહેવું છે કે શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી કરવા માટે સૌથી સારો પ્રયોગ ડાયેટ છે. જેના માટે તમે તમારી ડાયેટમાં દાળ,સીડ્સ, નટ્સ,પનીર, સોયા, ટોફૂ, દૂધ-દહી, ચણા, મગફળી, બ્રોકલી, બદામ સામેલ કરી શકો છો.

-જો કોઇ વ્યક્તિ સપ્લીમેન્ટ લેવાનું વિચારી રહ્યો છે તો સૌથી પહેલાં પોતાના બોડીને લઇને પ્રોટીનની જરૂરતને સમજવું જોઇએ. વધુ પ્રોટીન લેવાથી બચો.

-જ્યારે પણ પ્રોટીન પાવડર લો છો તો તેના લેબલિંગ અને સપ્લીમેન્ટમાં ખાસ ખ્યાલ રાખો. વધુ સુગર, ફ્લેવર, પ્રિર્ઝવેટિવ, થિકનિક એજન્ટ હોય તો તે પાવડરના ફાયદાને ઓછા કરે છે.જેના કરાણે બોડીને પણ નુકસાન થાય છે.

Health is Wealth | Health Tips | high protein | protein powder | protein deficiency | Protein For Body

Latest Stories