Connect Gujarat
આરોગ્ય 

ચોમાસામા દૂધ સહિત આ ચીજોનું સેવન કરતાં પહેલા વિચારો, નહીં તો પડી જશો બીમાર......

ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે.

ચોમાસામા દૂધ સહિત આ ચીજોનું સેવન કરતાં પહેલા વિચારો, નહીં તો પડી જશો બીમાર......
X

ચોમાસાની સિઝન ગરમીથી ઝડપથી રાહત આપી છે પરંતુ અનેક પ્રકારની બીમારીઓને પણ સાથે લઈને આવે છે. આ સમયે હેલ્ધનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નબળી ઇમ્યુનિટી વાળા લોકો માટે તો ચોમાસુ ચેલેન્જ સમાન બને છે. વરસાદમાં વાયરસ અને બેક્ટેરિયાના કારણે ઇન્ફેકશનનો ખતરો વધે છે. આ માટે સાફ સફાઈની સાથે ખાનપાનણે લઈને પણ સતર્ક રહો. નોર્મલ દિવસોમાં જે વસ્તુ ફાયદાકારક હોય છે તે જ વસ્તુ વરસાદી ઋતુમાં નુકશાન કરે છે. તેમાં દૂધ પણ સામેલ છે. આયુર્વેદ વરસાદની ઋતુમાં ઓછું દૂધ પીવાની સલાહ આપે છે. વરસાદી ઋતુમાં ડેરી પ્રોડકટ જેવી કે દૂધ, દહીંથી અંતર રાખવું જોઈએ.

વરસાદમાં કેમ દૂધ ના પીવું જોઈએ...

જો તમે રોજ દૂધ પીવો છો અને જો તમારે ચોમાસામાં પણ દૂધ પીવું છે તો તમે દૂધમાં હળદર મિક્સ કરીને પી શકો છો. તેનાથી દૂધની તાકાત વધી જાય છે અને ઇન્ફેકશન નો ખતરો પણ નથી રહેતો. તેનાથી શરીરની ઇમ્યુનિટી પણ વધી જાય છે.

ચોમાસામાં શું ના ખાવું જોઈએ?

લીલાપાન વાળા શાક

ખાસ કરીને રોજિંદા જીવનમાં લીલાપાન વાળા શાક ખાવાની સલાહ આપે છે,પણ વરસાદની સિઝનમાં તેને ન ખાવું જ સારું રહે છે. આ સિઝનમાં હવામાં ભેજ વધારે રહે છે અને તેના કારણે બેક્ટેરિયા અને સૂક્ષ્મજોવોનું પ્રજનન વધે છે. જે માટીમાં શાક ઉગાડવામાં આવે છે તે હાલ ગંદી હોય છે. આ માટે લીલા શાક ખાવાનું ટાળવું જોઈએ. જો તમે લીલા શાક ખાવો છો તો તેને બરાબર સાફ કરીને જ ખાવા જોઈએ.

તળેલું અને શેકેલુ ખાવાનું ટાળો

વરસાદમાં સમોસા કે ભજીયા કે કોઈ પણ તળેલી કે શેકેલી વસ્તુ ના ખાવું સારું રહેશે. આને ખાવાથી ગેસ અને અપચા જેવી સમસ્યા રહે છે. ધ્યાન રાખો કે તળેલું તેલ ફરીથી ઉપયોગમાં ના લેવું. તે ઝેરી બની શકે છે.

Next Story