Connect Gujarat
આરોગ્ય 

આ એક વસ્તુ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે, અભ્યાસમાં આવ્યું બહાર

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા બહુ સામાન્ય છે પરંતુ તે સૌથી ખતરનાક બિમારીઓમાંની એક છે. હાઈ બ્લડ પ્રેશર અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધારે છે.

આ એક વસ્તુ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડે, અભ્યાસમાં આવ્યું બહાર
X

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા બહુ સામાન્ય છે પરંતુ તે સૌથી ખતરનાક બિમારીઓમાંની એક છે. હાઈ બ્લડ પ્રેશર અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધારે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે અને આમાં ખોરાકની ભૂમિકા મહત્વપૂર્ણ છે. એક નવા અભ્યાસ મુજબ હાઈ બ્લડ પ્રેશરને યોગ્ય રાખવામાં દહીં ખૂબ જ ફાયદાકારક છે. યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના સંશોધકોનો આ અભ્યાસ ઈન્ટરનેશનલ ડેરી જર્નલમાં પ્રકાશિત થયો છે.

યુએસની મેઈન યુનિવર્સિટીના સંશોધકોએ દહીંના સેવન, બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓ વચ્ચેના સંબંધની તપાસ કરી છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે દહીં હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશર ધરાવતા દર્દીઓમાં બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડે છે. વિશ્વભરમાં અબજો લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત છે. જેના કારણે તેમનામાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો હંમેશા રહે છે. સંશોધક ડૉ. એલેક્ઝાન્ડ્રા વેડ કહે છે કે નવો અભ્યાસ પુરાવો આપે છે કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોમાં દહીં સકારાત્મક પરિણામ આપે છે.

ડૉક્ટર વેડે કહ્યું, 'હાઈ બ્લડ પ્રેશર હ્રદયની બીમારીઓ સાથે સંકળાયેલું છે તેથી તે જરૂરી છે કે આપણે તેને ઘટાડવા અને તેને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ રીતો શોધતા રહીએ. ડેરી ખોરાક ખાસ કરીને દહીં, બ્લડ પ્રેશર ઘટાડવામાં અસરકારક છે. આનું કારણ એ છે કે ડેરી ખોરાકમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. દહીંમાં જોવા મળતા બેક્ટેરિયા પ્રોટીનને વધારવાનું કામ કરે છે જે બ્લડપ્રેશરને ઓછું રાખે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોમાં થોડી માત્રામાં દહીં પણ બ્લડ પ્રેશર ઘટાડવાનું કામ કરે છે.જે લોકો નિયમિત પણે દહીં ખાય છે તે વધુ સારા પરિણામો જોવા મળે છે. આ લોકોનું બ્લડ પ્રેશર દહીં ન ખાતા લોકો કરતા સાત પોઈન્ટ જેટલું ઓછું હતું. સંશોધકોનું કહેવું છે કે દહીંના ફાયદાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વધુ રોગોના સંબંધમાં તેના પર અભ્યાસ ચાલુ રાખવો જોઈએ.

Next Story