Connect Gujarat
આરોગ્ય 

તરબૂચ લેતા પહેલા આ ટ્રીક અજમાવો, એકદમ લાલ અને મધ જેવુ મીઠું નીકળશે તરબૂચ

ગરમીમાં તરબૂચ ખાવાની મજા આવે છે. તેમાં પાણીની માત્ર વધુ હોય છે જેને ઉનાળામાં ખાવાથી શરીરમાં પાણીની માત્રા પૂરી થાય છે

તરબૂચ લેતા પહેલા આ ટ્રીક અજમાવો, એકદમ લાલ અને મધ જેવુ મીઠું નીકળશે તરબૂચ
X

ગરમીમાં તરબૂચ ખાવાની મજા આવે છે. તેમાં પાણીની માત્ર વધુ હોય છે જેને ઉનાળામાં ખાવાથી શરીરમાં પાણીની માત્રા પૂરી થાય છે સાથે સાથે હેલ્થને પણ અનેક રીતે ફાયદાઓ થાય છે. પણ જયારે તરબૂચ ઘરે ખરીદીને લાવીએ અને તે મીઠું નથી હોતું ત્યારે તે ભાવતું નથી. આમ ઘણા તરબૂચનો કલર લાલ પણ હોતો નથી. આ માટે હંમેશા લોકોની ફરિયાદ રહેતી હોય છે કે તરબૂચ લાલ અને મીઠું નીકળતું નથી. જો તમે તરબૂચ લેતી વખતે આ ટિપ્સ ને ફોલો કરશો તો તરબૂચ એકદમ લાલ અને મીઠું જ નીકળશે.

1. ભારે અને પીળા ધબ્બા વાળું તરબૂચ લો.

બજાર માંથી તરબૂચ લેતા પહેલા ખાસ ધ્યાન રાખવું. ઘણી વાર આપણે તરબૂચ લઈ લેતા હોઈએ છીએ પણ તે અંદરથી સારું લાલ અને મીઠું નીકળતું નથી તો આપણને ભાવતું નથી. જ્યારે પણ તમે તરબૂચ લો ત્યારે ખાસ કરીને વજન વાળું તરબૂચ લેવાનુ. વજનમાં ભારે તરબૂચમાં પાણીનો ભાગ વધુ હોય છે. આ તરબૂચ મીઠું નીકળે છે અને ખાવાની પણ મજા આવે છે.

2. તરબૂચનો ટકટક અવાજ સાંભળો

જ્યારે તમે તરબૂચ લો ત્યારે આંગળીની મદદથી તેનો ટક ટક અવાજ સાંભડો . જો અવાજ બરાબર ના આવતો હોય તો આવું તરબૂચ લેવાનું ટાળો. આમ જે તરબૂચ માંથી અવાજ બહાર આવે છે તે તરબૂચ અંદરથી લાલ અને મીઠું નીકળે છે.

3. કાપેલું તરબૂચ ક્યારેય લેશો નહીં

જ્યારે પણ તમે બજારમાં તરબૂચ લેવા જાવ ત્યારે ખાસ કરીને આખું તરબૂચ લેવાનો આગ્રહ રાખવો. ઘણી વાર તરબૂચ પર ઈંજેક્સનના નિશાન હોય છે જેથી તેને અડધું કરવામાં આવે છે. આ માટે હંમેશા બજાર માંથી આખું તરબૂચ જ લેવું આમ તમે તરબૂચ લેતા પેલા આ ટિપ્સ અજમાવશો તો તમારું તરબુચ એકદમ લાલ અને મીઠું નીકળશે.

Next Story