Connect Gujarat
આરોગ્ય 

વજન ઉતારવા માટે કરો આદુના રસનો ઉપયોગ, સડસડાટ વજન ઉતરી જશે.....

તમને એ જાણીને નવાઈ લાગશે કે આદુનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ થાય છે. આદું ઔષધિય ગુણોથી ભરપૂર છે

વજન ઉતારવા માટે કરો આદુના રસનો ઉપયોગ, સડસડાટ વજન ઉતરી જશે.....
X

વજન ઉતારવા માટે જાત જાતના ઉપાયો કરતાં હોય છે. તેમ છતાં વજન નથી ઉતરતું, વજન વધવા પાછળના ઘણા કારણો હોય છે. વજનને સરળતાથી કંટ્રોલમા કરવા માટે તમે આદુના રસનો ઉપયોગ કરો. તમે આજ સુધી આદું વાળી ચાનો ઉપયોગ શરદી ઉધરસ મટાડવામાં કર્યો હશે. આ સાથે ઘણા લોકો આખા દિવસનો થાક ઉતારવા માટે આદું વાળી ચા પીતા હોય છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે આદુનો ઉપયોગ વજન ઘટાડવામાં પણ થાય છે. આદું ઔષધિય ગુણોથી ભરપૂર છે. તે તમને શરીરની નાની મોટી સમસ્યાથી બચાવે છે. તો જાણો વજન ઉતારવા માટે આદુનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

· આદુ અને ગ્રીન ટી:-

ગ્રીન ટી અને આદુનું એક સાથે સેવન કરવાથી વજન ઉતારવામાં મદદ મળે છે. ગ્રીન ટીમાં કેટેચિન અને કેફીન હોય છે જે વજન ઉતારવામાં મદદ કરે છે. આ બન્ને વસ્તુનું સેવન તમે સાથે કરો છો તો વજન ઉતારવામાં મદદ મળે છે. આ માટે એક પેન લો અને એમાં પાણી ગરમ કરવા માટે મુકો. પાણી થોડુ ગરમ થઇ જાય એટલે એમાં આદુના ટુકડા નાખો. પછી ગ્રીન ટી બેગ નાખીને એક મિનિટ રહેવા દો અને પછી પી લો. આમ કરવાથી વજન ઉતરે છે.

· આદુનું પાણી:-

વજન વધી ગયું છે અને તેને ઉતારવા માંગો છો તો તમે આદુનું પાણી પી ને જલ્દીથી વજન ઉતારી શકશો. આદુનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક ગ્લાસ પાણી ગરમ કરો તેમાં આદુના ટુકડા નાખો અને તેને 15 મિનિટ માટે ઉકાળો. ત્યાર બાદ આ પાણીને હુંફાળું થવા ડો. અને પછી તેને ગાળીને એક બીજા ગ્લાસમાં ભરી લો. આ પાણી તમારે સવારે અને સાંજે પીવાનું રહેશે.

· આદુ અને લીંબુ:-

વજન ઘટાડવા માટે આદું અને લીંબુ પાણી બેસ્ટ ઓપસન છે. આ પાણી પીવાથી તમારો વજન ઝડપથી ઉતારવા લાગશે. ખાસ કરીને જે લોકોને બેલી ફેટની સમસ્યા છે તેના માટે આ રામબાણ ઈલાજ છે. આ પાણી બનાવવા માટે એક બાઉલમાં પાણી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં આદુના ટુકડા ઉમેરો અને 10 મિનિટ પછી ગેસ બંધ કરો. તાર બાદ પાણી હુંફાળું થાય પછી એક લીંબુનો રસ ઉમેરો. આ પાણી પીવાથી વજન ફટાફટ ઉતરે છે.

· જાણો ફાયદાઓ:-

આદુનુ પાણી ફેટ બર્નિંગ પક્રિયાને તેજ કરીને બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ અને લિપિડ્સને સ્થિર રાખવામાં મદદ કરે છે. આદુનુ પાણી કોર્ટિસોલના ઉત્પાદનને ઓછુ કરવામાં મદદ કરી શકે છે. કોર્ટિસોલ એક એવુ સ્ટ્રેસ હોર્મોન છે જે પેટની આસપાસ ફેટ જમા કરવા માટે જવાબદાર હોય છે. આદુનુ પાણી પીને તમે થાઇસ અને હિપ્સની ચરબી સરળતાથી પીગાળી શકો છો. આ પાણી તમે રેગ્યુલર પીઓ છો તો 15 દિવસમાં વજન ઉતરી જશે.

Next Story