Connect Gujarat
આરોગ્ય 

રોજિંદા જીવનમાં વપરાતી આ વસ્તુઓ ક્યારે ફેંકી દેવી જોઈએ, અને કયા સુધી વાપરવી જોઈએ. આવો જાણીએ....

ડેઇલી યુઝમાં વપરાતી વસ્તુઓનો ક્યાં સુધી ઉપયોગ કરવો તેની ખબર આપણને હોવી જોઈએ. તો આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ જેની એક્સપાઇર ડેટ હોય છે

રોજિંદા જીવનમાં વપરાતી આ વસ્તુઓ ક્યારે ફેંકી દેવી જોઈએ, અને કયા સુધી વાપરવી જોઈએ. આવો જાણીએ....
X

રોજિંદા જીવનમાં આપણે ઘણી એવી વસ્તુઓ નો ઉપયોગ કરીએ છીએ કે જેના વગર આપણને ના ચાલે. આ વસ્તુઓમાં ટૂથ બ્રશ, જૂતાં, રૂમાલ, તકીયા, મસાલા વગેરે . આ બધી વસ્તુઓ એવી છે જેનો લોકો ઉપયોગ ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી તે ખરાબ ના થઈ જાય. આપણે ડેઇલી યુઝમાં વપરાતી વસ્તુઓનો ક્યાં સુધી ઉપયોગ કરવો તેની ખબર આપણને હોવી જોઈએ. તો આવો જાણીએ કઈ કઈ વસ્તુઓ જેની એક્સપાઇર ડેટ હોય છે તેમ છતાં તમે તેનો ઉપયોગ કરો છો.

તકીયા:-

આપ જે તકીયા પર આરામ થી માથું રાખીને સૂતા હોવ છો, તેની પણ એક્સપાઇરી ડેટ હોય છે. કદાચ આપણને ખબર નહિ હોય પણ એક તકિયો 1 થી 3 વર્ષથી વધુ ઉપયોગ કરવાથી બચવું જોઈએ. 3 વર્ષથી વધુ સમય થયેલા તકીયામાં ધૂળ, રજ, કિટાણું રહે છે. તેનાથી આપની સ્કીનને પ્રોબ્લેમ થઈ શકે છે. સવારમાં ઉઠતાં જ છીકો આવે તો સમજી જજો કે તમારો તકિયો ધૂળથી ભરેલો છો. સાથે જ એક સમય બાદ તકિયાનો શેપ, સાઇઝ અને આકાર બદલી જતો હોય છે. જે તમારા ડોકમાં દુખાવો કરી શકે છે.

રનિંગ શૂઝ:-

જો તમે છેલ્લા એક વર્ષથી એક જ જીતા પહેરીને દોડો છો તો આવું ના કરતા. રનિંગ શૂઝ નો યુઝ 6 મહિના કે એક વર્ષથી વધુ ના કરવો જોઈએ. આવું એટલા માટે કે સતત ઉપયોગ કરવાથી જૂતાં શોક અબ્ઝોર્પ્શનની ક્ષમતા ખોઈ બેસે છે. તેનાથી ઈંજરી પણ થઈ શકે છે. સ્લિપર પહેરો છો તોતેને પણ 6 મહિનાથી વધુ ઉપયોગ ના કરતાં. મોટા ભાગના લોકો જ્યાં સુધી સ્લિપર સાવ ઘસાઈના જાય ત્યાં સુધી ફેકતા નથી અને જો જૂના ચપ્પલનો ઉપયોગ બાથરૂમમાં યુઝ કરવાથી ફૂટ ફંગલ ઇન્ફેકશન થઈ શકે છે.

મસાલા:-

દરેક ઘરમાં આખા મસાલા અને પાવડર મસાલાનો ઉપયોગ થાય છે. ઘણીવાર આ મસાલા ડબ્બામાં મહિના સુધી બંધ પડ્યા રહે છે. ઉપરથી જોતાં ભલે તે સારા લાગે પણ તેનો ઉપયોગ કરવાની પણ એક્સપાઇરી ડેટ હોય છે. જેમ કે પીશેલી હળદર 2 થી 3 વર્ષ સુધી સારી રહે છે પરંતુ સુકાયેલી હળદર થોડા જ દિવસોમાં ખરાબ થઈ જાય છે. ખતમ થવાની તારીખ બાદ મસાલા તેનો રંગ અને સ્વાદ છોડી દેશે. તેનો ભોજનમાં ઉપયોગ કરવાથી નાતો કોઈ સ્વાદ મળે છે કે નાતો કઈ ફાયદો થાય છે.

રૂમાલ:-

એક રૂમાલનો 3 થી વધારે વર્ષ સુધી ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે વધારે જૂના થવા પર રૂમાલ થી યોગી શરીર લૂંછી શકતું નથી. સાથે જ તે સોફ્ટ રહેલો નથી. જૂના રૂમલમા જર્મ્સ, બેક્ટેરિયાનું ઘર બની જાય છે. જે આપણને કેટલીય પ્રકારની સ્કીન એલર્જી આપે છે.

ટૂથબ્રશ:-

અમુક લોકો એક જ ટૂથબ્રશ વર્ષોના વર્ષ સુધી વાપરતા હોય છે. જ્યાં સુધી તેને બ્રિસલ્સ ફૈલ થઈને ઢીલા અથવા તો વાંકાચુંકા ન થઈ જાય લોકો તેને ફેંકતા નથી. પણ એક ટૂથબ્રશને 3 મહિનાથી વધારે સમય સુધી ઉપયોગ કરવો જોઈએ નહીં. જૂના થઈ ચુકેલા ટૂથબ્રશથી દાંત પણ સાફ નહીં થઆય. સાથે જ પેઢાને પણ નુકસાન પહોંચાડે છે.

કાંસકો, બોડી અને મેકઅપ સ્પોન્ઝ:-

એક જ કાંસકો મહિનાઓ સુધી ઉપયોગ કરો તો, તેનાથી હેયર બ્રશમાં વાળ ફસાય છે. સાથે સાથે ગંદકી, ધૂળ, તેલ અને મૃત કોશિકાઓ પણ ચિપકી જાય છે. સારુ છે કે, તેને 3 મહિનામાં બદલી નાખો. અઠવાડીયામાં એક વાર તેની સફાઈ કરો. આવી જ રીતે મેકઅપ સ્પોન્ઝ, બોડી સ્પોન્ઝને પણ 2થી 3 મહિનામાં બદલતા રહેવું જોઈએ. નહાતી વખતે બોડી સ્પોન્ઝનો ઉપયોગ કરો છો, જેનાથી શરીરના જર્મ, મૈલ, ડેડ સ્કીન સેલ્સમાં જઈને એકઠા થતાં રહે છે. તે ભીના રહે છે, તેથી બેક્ટેરિયા તેમાં ભેગા થાય છે.

Next Story