Connect Gujarat
આરોગ્ય 

વધુ પડતું ચા-કોફીનું સેવન તમારા સ્વાસ્થય માટે ઘણી રીતે છે નુકશાનકારક, જાણો તેને છોડવાના કેટલાક ફાયદા

ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે, જે વ્યસનકારક છે.

વધુ પડતું ચા-કોફીનું સેવન તમારા સ્વાસ્થય માટે ઘણી રીતે છે નુકશાનકારક, જાણો તેને છોડવાના કેટલાક ફાયદા
X

એવા ઘણા લોકો હોય છે જેમના દિવસની શરૂઆત ચા કે કોફીથી થાય છે. તેમાય ખાસ કરીને શિયાળાની ઠંડીમાં મસાલાવાળી ચા વધારે પીવામાં આવે છે. ઘણા લોકોનો તો એક-બે વાર ચા-કોફી પીધા વગર પસાર થતો નથી. ઘણીવાર આવા લોકોને ચાનું વ્યસન હોય છે. ચા અને કોફીમાં કેફીન જોવા મળે છે, જે વ્યસનકારક છે. જો કે, જો કેફીનની વધુ માત્રા શરીરમાં પ્રવેશે છે, તો તે તમારા શરીર માટે હાનિકારક બની જાય છે.

તેનું વધુ માત્રામાં સેવન કરવાથી ઊંઘની સમસ્યા, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થાય છે. જો તમે તમારા આહારમાંથી કેફીન દૂર કરો છો, તો તેના ઘણા ફાયદા છે. તો ચાલો જાણીએ કેફીનનું સેવન ન કરવાના ફાયદા શું છે.

પોષક તત્વોનું શોષણ :-

તમારા આહારમાંથી કેફીન ઘટાડવાથી તમારા શરીરમાં પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ કરવામાં મદદ મળશે, જેનાથી તમે સ્વસ્થ અનુભવશો.

મગજ વધુ સારી રીતે કામ કરશે :-

કેફીન એક વ્યસન જેવું છે, તેનું સેવન ઘણીવાર મગજને યોગ્ય રીતે કામ કરતા અટકાવે છે. આવી સ્થિતિમાં જો તમે તેને છોડી દો તો તમારું મગજ વધુ સારી રીતે કામ કરી શકે છે.

બેચેની :-

કેફીન એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. જો કે, તેના સેવનથી ફાઇટ હોર્મોન રિલિઝ થાય છે, જે ચિંતા અથવા તણાવમાં વધારો કરે છે.

ઊંઘની સમસ્યાઓ :-

કેફીન એનર્જી બૂસ્ટર તરીકે કામ કરે છે. આવી સ્થિતિમાં જે લોકો રાત્રે ચા કે કોફી પીવે છે તેમને ઊંઘમાં ઘણી વાર તકલીફ થાય છે.

સ્વસ્થ અને સફેદ દાંત :-

કેફીનનું સેવન કરવાથી દાંતની ચમક ઘટી જાય છે. તેના સેવનથી દાંત પીળા પડવા લાગે છે. તેથી, કેફીન છોડવાથી દાંતની ચમક જાળવવામાં મદદ મળે છે.

હોર્મોનલ સમસ્યાઓ દૂર થાય છે :-

કેફીનનું વધુ પડતું સેવન સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારોનું કારણ બને છે. ખરેખર, કેફીન એસ્ટ્રોજનના સ્તરને બદલે છે. આવી સ્થિતિમાં તેને છોડવાથી હોર્મોનલ પ્રોબ્લેમ દૂર થાય છે.

લોહિનુ દબાણ :-

ચા કે કોફીના સેવનથી બીપી એટલે કે બ્લડપ્રેશર વધે છે. તેના સેવનથી બીપીની સમસ્યા વધી જાય છે. હાઈ બીપીના દર્દીઓએ ચા કે કોફીનું સેવન ન કરવું જોઈએ.

Next Story