Connect Gujarat
Featured

રાજકોટ અને જસદણમાં તમને મળશે હર્બલ ચા, જુઓ ચા પીવાથી શું થાય છે ફાયદા ?

રાજકોટ અને જસદણમાં તમને મળશે હર્બલ ચા, જુઓ ચા પીવાથી શું થાય છે ફાયદા ?
X

રાજયમાં કોરોના વાયરસનો અજગરી ભરડો ફેલાયો છે ત્યારે લોકો કોરોનાના સંક્રમણથી બચવા માટે અવનવા તુકકા અજમાવી રહયાં છે. રાજકોટ અને જસદણમાં હાલ સામાન્ય ચાની જગ્યાએ હર્બલ ચાનું વેચાણ થઇ રહયું છે અને લોકોને તે પસંદ પણ આવી રહી છે.

કોરોના વાયરસનો કહેર વધી રહયો હોવાથી દરેક લોકો હવે સાવચેત બની ગયાં છે અને પોતે કોરોના વાયરસથી સંક્રમિત ન થાય તે માટે તમામ પગલાં ભરી રહયાં છે. ચા એ માનવ જીવનનો અભિન્ન હિસ્સો છે ત્યારે ચાના માધ્યમથી કોરોના વાયરસથી રક્ષણ આપવાના પ્રયાસો હાથ ધરાયાં છે. રાજકોટ અને જસદણમાં આવેલી કેટલીક કીટલીઓ પર હાલ હર્બલ ચાનું વેચાણ કરવામાં આવી રહયું છે. વિવિધ મસાલાઓનો ઉપયોગ કરી વિશેષ પ્રકારની ચા બનાવવામાં આવે છે.

ચાની કીટલી પર એકત્ર થયેલાં લોકો સામાન્ય નહિ પરંતુ હર્બલ ચા પી રહયાં છે. કોરોનાના કપરા સમયમાં દરેક વ્યકતિને પોતાનો જીવ વ્હાલો છે ત્યારે તેઓ કોરોનાથી બચવા કોઇ પણ પગલાં લેવામાં કસર છોડી રહયાં નથી. આદુ, મરી, ફુદીના સહિતની પ્રાકૃતિક વસ્તુમાંથી બનેલી હર્બલ ટી સ્વાસ્થયપ્રદ છે અને તેનાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

સૌરાષ્ટ્ર પંથકમાં ચા પીવાનું ચલણ વધારે છે ત્યારે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ ચાની કીટલીવાળાઓને હર્બલ ચા કેવી રીતે બનાવવી તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે. આર્યુવેદિક ઉકાળાની જેમ લોકો હર્બલ ટીને પણ આવકારી રહયાં છે.

Next Story