ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઘણા લોકો સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવે છે. અને માન્યતાઓ પણ છે, કે પેટની ચરબીને ઘટાડે છે. ગરમ પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, જેની યોગ્ય જાણકારી સાથે લોકો ઠંડું પાણી પીવાનું બંધ કરશે અને ગરમ પાણી પર સ્વિચ કરશે. આયુર્વેદ અનુસાર ગરમ પાણીના શરીર માટે ઘણા ફાયદા છે. તે શરીરને આંતરિક રીતે સાફ કરે છે અને અંદરની ઝેરી અસર ઘટાડે છે. પરંતુ બોવ વધારે પડતું ગરમ નુકશાનકારક છે માટે હુફળું ગરમ પાણી પીવું.

ચાલો જાણીએ ગરમ પાણીના આવા અનેક ફાયદાઓ વિશે :-

પાચન શક્તિ વધારે છે: પાણી પાચનતંત્ર માટે લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે. તે પાચનતંત્રને સરળ બનાવે છે, તેને સક્રિય કરે છે, જેનાથી પાચન શક્તિ વધે છે અને ખોરાક યોગ્ય રીતે પચી જાય છે અને આગળ વધે છે.

રક્ત પરિભ્રમણ સુધરે છે. ગરમ પાણી લોહીના પ્રવાહને વધારે છે જેના કારણે શરીરના અંગો સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે છે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળવાથી હૃદય, ત્વચા અને ઓક્સિજનની અછતથી સંબંધિત અન્ય રોગોનું જોખમ ઓછું થાય છે.

શિયાળામાં ગરમ પાણી શરીરને લાંબા સમય સુધી હાઇડ્રેટ રાખે છે. હા, હાઈડ્રેટ રહેવા માટે ઉનાળાની ઋતુમાં સામાન્ય પાણી પી શકાય છે. લગભગ 10 થી 22 ડિગ્રી તાપમાન ધરાવતું પાણી પીવાથી, શરીર પાણીને સારી રીતે શોષી લે છે અને તેને ફરીથી હાઇડ્રેટ કરે છે.

કબજિયાતમાં રાહત આપે છે: ગરમ પાણી સ્ટૂલને સરળ બનાવે છે.

ત્વચાને સ્વસ્થ બનાવે છે: ગરમ પાણી ઝડપથી શરીરમાંથી ઝેર દૂર કરે છે, જે ખીલ અને અન્ય ચેપને ઘટાડે છે, રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને ત્વચાને સાફ કરે છે.

સવારની માંદગીમાં રાહત આપે છે: ઉલટી અથવા ઉબકા પછી એક કપ ગરમ હર્બલ ચા અથવા પાણી પીવાથી પેટમાં પ્રવાહીનું પ્રમાણ સંતુલિત થાય છે અને શરીરને તાત્કાલિક અસરથી હાઇડ્રેટ કરે છે.

– વજન ઘટાડવામાં મદદ કરે છે.

– શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.

– સ્ટ્રેસ લેવલ પણ ઘટાડી શકાય છે.

– નર્વસ સિસ્ટમને શાંત કરે છે.