ભારતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં આજે મોટો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 8,822 નવા કેસ અને 11 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 58 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.35 ટકા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 58,215 થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,803 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,74,712 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 195,67,37,014 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 15,21.942 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.
