• કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું આયોજન

  • જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની વિશેષ બેઠક યોજાય

  • વિસાવદર AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહ્યા ઉપસ્થિત

  • બેઠકમાં ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નોની રજૂઆત કરી

  • પડતર સમસ્યાઓ મુદ્દે સુવિધા આપવા ઉગ્ર રજૂઆત કરાય 

જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. જેમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો સામે સુવિધા આપવા રજૂઆત કરી હતી.

જુનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે યોજવામાં આવે છેત્યારે આજરોજ જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાય હતી. આ બેઠકમાં વિસાવદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિવિધ 35 પ્રશ્નો રજૂ કર્યા હતા.

જેમાં ખાસ કરીને ખેડૂતોને પડતી મુશ્કેલીઓગામડાઓમાં સ્મશાનની દુઃખ દાયક સ્થિતિ તેમજ વીજ સમસ્યાયુવાનો માટે લાયબ્રેરીભેંસાણ-સુરત અને વિસાવદર-સુરતની બસ શરૂ કરવાછોડવડી ગામે પ્રોપર્ટી કાર્ડની સમસ્યામાલધારીઓને ઢોર ચરાવવા વાડા-જગ્યા માટે અરજીજર્જરિત કોઝ-વેવર્ષોથી ચાલતી પુલની કામગીરી સહિતના મુદ્દે રજૂઆત સાથે તાત્કાલિક તમામ સુવિધાઓ આપવા રજૂઆત કરી હતી.