/connect-gujarat/media/media_files/2025/05/28/DlLWtaNXcRa31feL2XA5.jpg)
મહારાષ્ટ્રમાં 25 મેથી ચોમાસુ આવી ગયું છે. ત્યારે ચોમાસાની શરુઆતમાં જ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલને કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. મહારાષ્ટ્રમાં ભારે વરસાદે કહેર મચાવ્યો છે. અહિલ્યાનગરની વાલુંબા નદીમાં આશરે 15 લોકો ફસાયા હોવાનું સામે આવ્યું હતુ. વાલુંબા નદીમાં પૂર આવવાથી 15 જીંદગી ફસાઈ હતી. સેનાના જવાનો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પૂરમાં ફસાયેલા તમામ 15 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે.
IMDની ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી:-
ભારતીય હવામાન વિભાગે ચોમાસા અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગે આ વર્ષે દેશમાં સરેરાશ 106 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર હવામાન જૂનથી સપ્ટેમ્બર 2025 દરમિયાન, દેશના મોટાભાગના ભાગોમાં ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે.
IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે મધ્ય અને દક્ષિણ ભારતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાય તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખથી 16 દિવસ પહેલા મુંબઈ પહોંચી ગયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં કેરળ, કર્ણાટક, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.