/connect-gujarat/media/media_files/2025/02/11/dLnbQH5UYOLRHNn0u8lK.jpg)
જમ્મુ કાશ્મીરમાં એક મોટો આતંકી હુમલો થયો હતો. અખનૂર સેક્ટરમાં એલઓસી નજીક આતંકીઓએ બોંબ વિસ્ફોટ કરતાં 2 જવાન શહીદ થયાં હતા તથા 1 જવાન ઘાયલ થયાં છે એલઓસી નજીક ભારતીય સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યાં હતા ત્યારે આઈઈડી બ્લાસ્ટ થયો હતો જેમાં 2 જવાન શહીદ થયાં
મળતી માહિતી અનુસાર સૈનિકો ભટ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે એક વિસ્ફોટ થયો હતો (IED) વિસ્ફોટ થયો હતો. એવું માનવામાં આવે છે કે તે આતંકવાદીઓ દ્વારા રોપવામાં આવ્યું હતું. વિસ્ફોટ પછી તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.