Connect Gujarat
દેશ

ઓડિશામાં 15 દિવસમાં 3 રશિયન નાગરિકોના મોત, વાંચો શું છે આખો મામલો

ઓડિશામાં રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બી વ્લાદિમીર અને પાવેલ એન્ટોનોવ બાદ વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો છે.

ઓડિશામાં 15 દિવસમાં 3 રશિયન નાગરિકોના મોત, વાંચો શું છે આખો મામલો
X

ઓડિશામાં રશિયન નાગરિકોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બી વ્લાદિમીર અને પાવેલ એન્ટોનોવ બાદ વધુ એક રશિયન નાગરિક મૃત હાલતમાં મળી આવ્યો છે. જગતસિંહપુર જિલ્લાના પારાદીપ બંદર મંગળવારે એક કાર્ગો જહાજમાંથી રશિયન નાગરિકનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ 51 વર્ષીય સર્ગેઈ મિલ્કોવા તરીકે કરી છે.આ ઘટના અંગે માહિતી આપતા જગતસિંહપુર એસપી અખિલેશ્વર સિંહે કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે મૃતક કાર્ગો જહાજના ક્રૂ મેમ્બર માંથી એક હતા. પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુ નું સાચું કારણ કારણ જાણી શકાશે. અમારી પ્રાથમિક તપાસ મુજબ, સર્ગેઈ મિલ્કોવા અચાનક જહાજ પર પડી ગયા હતા. શક્ય છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોય આ પહેલા બે રશિયન પ્રવાસીઓના દક્ષિણ ઓડિશાના રાયગઢ શહેરમાં રહસ્યમય રીતે મોત થયા હતા. આમાંથી એક 65 વર્ષના રશિયન સાંસદ પાવેલ એન્ટોવ હતા અને બીજા તેમના મિત્ર વ્લાદિમીર બિડેનોવ હતા. પાવેલનું મોત 24 ડિસેમ્બરે અને બિડેનોવનું 22 ડિસેમ્બરે થયું હતું. પાવેલનું હોટલના ત્રીજા માળેથી કથિત રીતે પડી જતા મૃત્યુ થયું હતું, જ્યારે તેમના મિત્ર બિડેનોવ આ હોટલના પોતાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ના આલોચક હતા

Next Story