દિલ્હી બાદ હવે બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી

રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.

New Update
bomb

દિલ્હી બાદ હવે બેંગલુરુમાં શુક્રવારે (18મી જુલાઈ) 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં ભારે ખડભડાટ મચી ગયો હતો.

આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ 'રોડકિલ' આપ્યું હતું અને ઈમેલમાં લખ્યું કે, 'શાળાઓમાં બ્લાસ્ટ બાદ હું આપઘાત કરીશ.' પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શાળાઓ ખાલી કરાવી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જો કે, કોઈપણ શાળામાં બોમ્બ મળ્યો નથી. પોલીસનું માનવું છે કે આ ધમકી ખોટી હતી, પરંતુ  આ મામલાની તપાસ કરવામાં આવશે.

બેંગગુરુ પોલીસના જણાવ્યાનુસાર, ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ '[email protected]' આપ્યું છે. આ ઈમેલમાં દોવો કરવામાં આવ્યો હતો કે, 'શાળાઓમાં ઘણાં બોમ્બ મૂક્યા છે.

બાળકોના મૃત્યુ પછી હું મારો જીવ આપીશે. હું બધાને આ દુનિયામાંથી મિટાવી દઈશ. એક પણ જીવ બચશે નહીં. જ્યારે હું સમાચાર જોઉં છું અને માતા-પિતા બાળકોના મૃતદેહ જોવા શાળાએ આવશે, ત્યારે મને આનંદ થશે.'

દિલ્હીમાં આજે લગભગ 20 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી રિચમંડ ગ્લોબલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે.

રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા 5 દિવસમાં બોમ્બ ધમકીનો આ ચોથો કિસ્સો છે. અગાઉ 14મી જુલાઈએ બે, 15મી જુલાઈએ ત્રણ અને 16મી જુલાઈએ લગભગ 10 શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજને ધમકીઓ મળી હતી.

India | Delhi | school | Bengaluru | bomb threat 

Latest Stories